“ડાંગ જિલ્લા યુવા ઉત્સવ”

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ડાંગ જિલ્લા રમત-ગમત કચેરી, આહવા સંચાલિત ” ડાંગ જિલ્લા યુવા ઉત્સવ” તારીખ 7/ 9/ 21ના રોજ મંગળવારે ડાંગ સ્વરાજ આશ્રમ આહવા ખાતે યોજાશે. જેમાં ડાંગ જિલ્લાના ત્રણ તાલુકાના તાલુકા વિજેતા 12 સ્પર્ધામાં 64 કૃતિના 153 કલાકારો ભાગ લેશે. જેમાં નિબંધ, વકૃત્વ, સર્જનાત્મક કલા કારીગીરી, ચિત્ર, એક પાત્રીય અભિનય, ભજન, સમુહગીત, હળવું કંઠ્ય સંગીત, લોક વાદ્ય સંગીત, કાવ્યલેખન, લોકવાર્તા, લગ્નગીત વગેરે કૃતિઓ રુબરુ રજૂ થશે. જ્યારે ઓનલાઇન જિલ્લાકક્ષાની સ્પર્ધામાં લોક નૃત્ય, લોકગીત, વાદ્ય સ્પર્ધા, શીઘ્ર વકૃત્વ સ્પર્ધા, અેકાંકી જેવી 18 સ્પર્ધામાં 15 થી 29 વરસના વય જુથ માટે સીડી, પેનડ્રાઇવ મારફત ભાગ લેવાનો છે. આ કુલ 33 સ્પર્ધાના પ્રથમ નંબર ના જિલ્લા વિજેતા પ્રદેશ કક્ષાઅે ભાગ લેવા જશે. આ સ્પર્ધાનું સંચાલન રમતગમત કચેરી,આહવા ના યુવા વિકાસ અધિકારી શ્રી રાહુલ તડવી સાથે ને માર્ગદર્શન મા ડાંગ-આહવાના દત્તાત્રેય મોરે 15 નિણાર્યક ટીમ સાથે કરશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *