થરા નગરે પર્યુષણમાં પાવાપુરીમાં મહાવીર સ્વામીની માતાનું ભવ્ય સ્ટેજ પ્રોગ્રામની ઉજવણી કરવામાં આવેલ.

નાસકાંઠા ની ધન્યધારા પર આવેલ ધર્મ નગરી થરા મધ્યે શ્રી મહાવીર સ્વામી દાદાની છત્રછાયામાં તપાગચ્છાધીપતી પ પૂ આ ભ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા ના દિવ્ય આશીર્વાદથી પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ ની આરાધના ચાલી રહેલ છે.ત્યારે પર્યુષણ ચોથા દિવસે શ્રી પાવાપુરી વર્ધમાન શ્વેતાંબર મૂર્તિપૂજક ટ્રસ્ટ પાવાપુરીના બહેનોએ શ્રાવિકા ઉપાશ્રયેના ઉપક્રમે પૂજય સાઘ્વીજી શ્રી તત્વજ્ઞાનપ્રજ્ઞાશ્રીજી મહારાજ સાહેબની નિશ્રામાં શ્રી મહાવીર સ્વામીની માતાનું ભવ્ય સ્ટેજ પ્રોગ્રામ ઉજવવામાં આવેલ.જેમાં શ્રી મહાવીર સ્વામીની પરમાત્માની માતાઓ પાવાપુરી જૈન સંઘની બહેનો બની હતી.જેમાં જીજ્ઞાબેન, રીટાબેન,અંજનાબેન,વર્ષાબેન,રૂપલબેન,અર્પિતા બેન, સોનલબેન,કિંજલબેન,દિક્ષુબેન,પૂજાબેન,મધુબેન વિગેરે પાવપુરીની બહેનોએ ભાગ લઇ ખુબ જ સુંદર સ્ટેજ પ્રોગ્રામ શ્રી મહાવીર સ્વામી ભગવાનની માતાના પ્રોગ્રામની ઉજવણી કરી.આ કાર્યક્રમમાં દરમ્યાન પ્રભાવના લાભાર્થી શ્રીમાન જીતેન્દ્રકુમાર બાલચંદભાઈ શાહ તરફથી ફેણીની પ્રભાવના તથા સંઘની બહેનો તરફથી દસ રૂપિયાની પ્રભાવના કરવામાં આવી હતી.આ પ્રસંગે ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *