શંખેશ્વર તીર્થે 108 ભક્તિ વિહારના ઉપક્રમે પર્યુષણ મહાપર્વના સાતમા દિવસે વ્યાખ્યાન યોજાયું.

પાપ છોડી પુણ્ય કમાવવાનો અવસર એટલે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ-જ્યોતિષાચાર્ય ડો હેમચંદ્રસૂરી

ઉત્તર ગુજરાતની ધન્યધરા પર આવેલ શંખેશ્વર મહાતીર્થે શ્રી 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટના ઉપક્રમે પ.પૂ. જ્યોતિષાચાર્ય ડો.આ.શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા,પૂજય મુનિરાજ હેમદર્શન વિજયજી મ.સા,પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા,પૂજય મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા તથા પૂ પ્ર.સા પૂર્ણકલાશ્રીજી મ.સા આદિ થાણાની પાવનકારી નિશ્રામાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ ની આરાધના યોજાઇ.જેમાં સવારે 10.00 કલાકે ઋષભ ધર્મ સભા ગૃહ ખાતે પૂજય ગુરુ ભગવંતો દ્વારા પર્યુષણના આઠ દિવસમાંથી પહેલા સાત દિવસ તો પ્રિપેરેશનના હોય છે અને આઠમો દિવસ જ પર્યુષણનો હોય છે, કેમ કે એ દિવસ સાત દિવસ સમજ પ્રાપ્તર કર્યા પછી આઠમો દિવસ સમજપૂર્વકની ક્ષમાપનાનો હોય છે.કોઈ પણ કધોણીયા કપડાને સ્વ ચ્છ કરવુ હોય તો પહેલા એને પલાળવુ પડે, પછી ઘસવુ પડે, પછી જરૂર પ્રમાણે ધોકા માપવા પડે અને પછી આઠમા દિવસે જયારે એના પર ઈષાી મારવામાં આવે ત્યાપરે તે ચમકી ઉઠે.એમ અનાદી કાળથી મલીન થયેલા આત્મારને પણ શુદ્ધ કરવા પહેલા ગુરૂ જ્ઞાનવાણીના જળથી પલાળવો પડે પછી અંદરમાં પડેલા ક્રોધ, માન, માયા, લોભ આદી કષાયોને બહાર કાઢવા પડે પછી કયાં કયાં નફરત અને અણગમો પડતા છે એનુ અવલોકન કરવુ પડે અને પછી જો ક્ષમાપના થાય તો શુદ્ધ થયેલ આત્માર ચમકી ઉઠે. જૈન ધર્મ દ્રવ્યક સાથે ભાવનો પણ ધર્મ છે. ભલે શબ્દોએથી કે વર્તનથી અગણમો વ્ય કત ન કરતા હો પણ જો મનમાં પણ અણગમાતી વ્ય કિત માટે બડબડાટ ચાલુ હોય તો તે પણ પાપ છે. જયાં સુધી મનમાં પણ ભાર છે ત્યાં સુધી સુધરવાનુ નથી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM