મહેસાણા દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી

રિપોર્ટ.. ડેવિડ પટેલ

વન્ય પ્રાણી સપ્તાહ 2021 અંતર્ગત વનવિભાગ વિસ્તરણ રેન્જ મહેસાણા દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીમાં સાંથલ પ્રાથમિક શાળા, ખેરવા પ્રાથમિક શાળા તેમજ લિંચ પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેની અંદર સાંથલ પ્રાથમિક શાળામાં 93 વિદ્યાર્થીઓ ,ખેરવા પ્રાથમિક શાળામાં 37 અને લિંચ પ્રાથમિક શાળામાં ૪૯ બાળકો એ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધેલ હતો. જેની અંદર પ્રથમ બીજા અને ત્રીજા નંબરે આવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવેલ અને વિસ્તરણ રેન્જ ઓફિસર શ્રી વી.કે. ચૌધરી તેમજ મહેસાણા સ્ટાફ અને શાળાનો સ્ટાફ હાજર રહી બાળકોને વન્ય પ્રાણીઓ અને વનસ્પતિ વિશે પણ જ્ઞાન આપવામાં આવેલ. વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી ના ભાગરૂપે વિદ્યાર્થીઓને સાપ વિશે સ્લાઈડ શો બતાવવામાં આવેલ.


તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *