મહુવા તાલુકા ના અનાવલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે PSA ઓક્સીજન જ્નરેટર પ્લાન્ટનું લોકાર્પણ ઇ-લોંચીગ નો કાર્યક્રમ યોજાયો.

રેફરલ હોસ્પીટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર, અનાવલ ખાતે માન.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા મંજુર કરવામાં આવેલ ડીસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન ફંડ માંથી સુરત જીલ્લાની મહુવા તાલુકાનાં સામુહિક આરોગ્ય કેન્દ્ર, અનાવલ ખાતે PSA ઓક્સીજન જ્નરેટર પ્લાન્ટ કીમત રૂપિયા ૩૫ લાખનું લોકાર્પણ ઇ-લોંચીગ નો કાર્યક્રમ યોજાયો. માન. ધારાસભ્યશ્રી મોહનભાઈ ધોડિયાના વરદહસ્તે પ્લાન્ટની પૂજાવિધી કરવામાં આવી. આ કાર્યક્રમમાં મહુવા તાલુકા પ્રમુખશ્રી હિતેન્દ્રભાઈ તથા અનાવલ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મંજુલાબેન જીતેન્દ્રભાઈ પટેલ અન્ય તાલુકા સભ્યશ્રીઓ સામુહિક આરોગ્ય કેન્દ્રના ઈ.અધિક્ષકશ્રી ડો.પ્રમોદકુમાર ચૌધરી, તબીબી અધિકારી ડો.હિનવકુમાર પટેલ, ડો.મેઘલ પટેલ, ડો.કાજલ બલદાણીયા તથા અન્ય પેરામેડિકલ અને વહીવટી સ્ટાફ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ, આશાવર્કરો હાજર રહ્યા હતા. માન.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા PSA ઓક્સીજન જ્નરેટર પ્લાન્ટનું લોકાર્પણ ઇ-લોંચીગનો કાર્યક્રમ શરુ થતા સુરત જીલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્ર, અનાવલ સામુહિક આરોગ્ય કેન્દ્ર, મહુવા તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર, કડોદ તા.બારડોલી ખાતે ૧.૩૦ કલાકે એક સાથે પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યુ.

રીપોર્ટર, મયુર પટેલ, સુરત મહુવા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM