રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારી ની કચેરી દ્વારા સંચાલિત વધઈ તાલુકાના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના ૧૫થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓ માટે “વઘઇ તાલુકા ની વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન શિબિર” આજથી શરૂ થઈ છે આ શિબિરના ઉદ્ઘાટન સમારંભમાં સરકારી પોલીટેકનીક કોલેજ વધઈના પ્રિન્સિપાલ કેતન પટેલ,નિવૃત્ત આચાર્ય ગોપાલભાઈ અને યોગા કોચ રમેશભાઈ તથા આહવાના દત્તાત્રેય મોરે ની ઉપસ્થિતિમાં યોજાયો. આ કાર્યક્રમનું સંચાલન પોલીટેકનીક કોલેજના લેચરર મલ્લિકા પટેલે કર્યું. અને આભારવિધિ આચાર્યશ્રીએ કરી હતી. આ શિબિરમાં ૪૫ ભાઈઓ બહેનો ભાગ લઇ રહ્યા છે. તેઓને વ્યક્તિત્વ વિકાસ અને કારકિર્દી અંગે કોલેજના આચાર્ય શ્રી કેતનભાઇ પટેલે સંપૂર્ણ માહિતી આપી હતી. યોગ અને રમત-ગમત કચેરી ની પ્રવૃત્તિઓ વિશે આહવાના દત્તાત્રેય મોરે માહિતી આપી હતી પોલીટેકનીક કોલેજના સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા રમત-ગમત કચેરીના યુવા પ્રાંત વિકાસ અધિકારી રાહુલ તડવી ના માર્ગદર્શન હેઠળ સુંદર રીતે કર્યું હતું.





