“મોબાઈલ ટુ સ્પોર્ટ અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઇ”

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત ડાંગ જિલ્લા રમતગમત અધિકારી ની કચેરી સંચાલિત “મોબાઈલ ટુ સ્પોર્ટસ” અંતર્ગત “ડાંગ જિલ્લા કક્ષાની નવરાત્રી ( દશેરા ) ચિત્ર સ્પર્ધા તારીખ 27/ 9/ 21 થી 18/ 10/ 21 દરમિયાન ડાંગ જિલ્લાના ૮ થી ૧૩ વર્ષના બાળકોએ ભાગ લેવાનો હતો. જેનો બાળ પ્રતિભા શોધ સ્પર્ધા અંતર્ગત આયોજન થયું હતું. આ સ્પર્ધામાં 13 બહેનો અને 10 ભાઈઓ મળી કુલ 23 વર્ષ સ્પર્ધકોએ ભાગ લીધો. આ સ્પર્ધામાં પ્રથમ નંબર ગાવિત યુવરાજ જયેશ આંબાપાડા પ્રાથમિક શાળા આહવા બીજા નંબરે શર્મા નિકિતા એમ. સરદાર વિદ્યાલય આહવા અને ત્રીજા નંબરે ભોયે ઉમેશ શંકર આંબાપાડા પ્રાથમિક શાળા આહવા વિજેતા થયા હતા. આમાં નિર્ણાયક તરીકે ડી.બી. મોરે, રાજેશ રાવલ, જાગૃતિબેને નિણાર્યક તરીકે સેવા આપી. ડાંગ જિલ્લા રમત-ગમત કચેરી ના યુવા પ્રાંત વિકાસ અધિકારી રાહુલ તડવી ના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ આયોજન સંચાલન ભાગ લેનાર અને વિજેતા થનાર ને જિલ્લા રમતગમત અધિકારી વિરલ પટેલ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.સી. ભુસારાએ અભિનંદન આપ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *