સુરત જિલ્લાના મહુવા તાલુકા માં સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો

રીપોર્ટર : મયુર પટેલ – મહુવામુખ્યમંત્રીની પ્રરેણાથી મહુવા તાલુકાના તરસાડી મુકામે સાતમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન તા.૨૨/૧૦/૨૦૨૧ના રોજ મહુવા તાલુકાના તરસાડી કલસ્ટરમાં આવતા ગામો-કાની, પથરોણ, રાણત, અમરોલી અને તરસાડી ગામના લાભાર્થીઓને આપવામાં આવતી સેવાઓ સેવા સેતુ કાર્યક્રમમાં ‘વન ડે ગર્વનન્સ’નો પારદર્શી અને ભ્રષ્ટાચાર રહિત અભિગમ સાકાર કરતાં પ્રજાજનો સાથે સીધી સંકળાયેલી સેવાઓ આપવામાં આવતી સેવાઓનો લાભ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય થઇ શકે તે હેતુથી સેવા સેતુ કાર્યક્રમ સફળતાપૂર્વક આયોજન મહુવા તાલુકાના તરસાડી મુકામે ગાયત્રી મંદીર ખાતે કરવામાં આવ્યું.
સવારે ૧૦:૦૦ કલાકે સેવા સેતુ કાર્યક્રમનું ઉદઘાટન જિલ્લા વિકાસ અધિકારીશ્રી સુરત, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાવેશભાઇ પટેલ, શાસક પક્ષના નેતાશ્રી રાકેશભાઇ પટેલ, મહુવા તાલુકા પ્રમુખશ્રી હિતેન્દ્રભાઇ, તાલુકા વિકાસ અધિકારીશ્રી-મહુવા, મામલતદારશ્રી-મહુવા તથા મહુવા તથા સુરત જિલ્લા પંચાયતના સદસ્યોની ઉપસ્થિતિમાં કાર્યાક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
તાલુકાના ટીમ તથા વહીવટીતંત્ર-મહુવાના અથાગ મહેનતથી અલગ અલગ કચેરીમાં સરકારશ્રી દ્વારા ચાલતી યોજનાકીય લાભોની સંખ્યા કુલ-૧૮૮૩ લાભાર્થીઓ વિનામુલ્યે લાભ આપવા આવેલ અને મહુવા તાલુકાના વહીવટીતંત્રની ટીમ દ્વારા મુખ્યમંત્રીની પ્રરેણાથી રાજ્યમાં અત્યાર સુધીમાં આવા સાતમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમો સફળતાપૂર્વક સંપન્ન થયો.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM