ઉત્તર ગુજરાત ની ધન્યધરા પર આવેલ શંખેશ્વર મહાતીર્થે શ્રી 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટના પ્રાંગણે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી વન પર્યાવરણ શ્રીમાન કિરીટસિંહજી રાણા અને શિક્ષણ મંત્રી શ્રીમાન કીર્તિસિંહજી વાઘેલા,ગુજરાત કિસાન મોરચાના ઉપ્રમુખ શ્રીમાન રાજભા ઝાલા અને લીંબડી શહેરના પ્રમુખ શ્રીમાન મુકેશભાઈ શાહએ જૈન મુનિશ્રીઓના આશીર્વાદ ગ્રહણ કરેલ. સૌ પ્રથમ શ્રી 108 ભક્તિ વિહાર દેરાસરમાં મૂળનાયનક શ્રી ભક્તિ પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરેલ.ત્યારબાદ ઉપાશ્રયમાં બિરાજમાન જ્યોતિષાચાર્ય ડો પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા એ વાસક્ષેપ દ્વારા આશીર્વાદ આપેલ.ત્યારબાદ પૂજય મુનિરાજ હેમદર્શન વિજયજી મ.સા,પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા,પૂજય મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા ના દર્શન વંદન કરી આશીર્વાદ ગ્રહણ કરેલ.આ પ્રસંગે પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા (કચ્છ કોડાય વાળા) એ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી વન પર્યાવરણ શ્રીમાન કિરીટસિંહજી રાણા,શિક્ષણ મંત્રી શ્રીમાન કીર્તિસિંહજી વાઘેલા,ગુજરાત કિસાન મોરચાના ઉપ્રમુખ શ્રીમાન રાજભા ઝાલા અને લીંબડી શહેરના પ્રમુખ શ્રીમાન મુકેશભાઈ શાહ ને રક્ષા પોટલી બાંધી,વાસક્ષેપ દ્વારા આશીર્વાદ આપેલ. ત્યારબાદ પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા શ્રી કીરીટસિંહજી રાણા પર્યાવરણ મંત્રી,શ્રી કીર્તિ સિંહજી વાઘેલા રાજ્ય મંત્રી શિક્ષણ અને શ્રી રાજભા ઝાલા- લીંબડી અને શ્રીમાન મુકેશભાઈ શાહને શ્રીયંત્રની ફ્રેમ અર્પણ કરેલ.આ પ્રસંગે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજ્ય મંત્રી શિક્ષણ,ગુજરાત કિસાન મોરચાના ઉપ્રમુખ અને લીંબડી શહેરના પ્રમુખશ્રીનું સાલ અને માળા દ્વારા સન્માન કરવામાં આવેલ.

