માંડવી તાલુકાની મસ્કા ગ્રામ પંચાયત 30 વર્ષ પછી સમરસ જાહેર થઈ

માંડવી તાલુકાની મસ્કા ગ્રામ પંચાયત 30 વર્ષ પછી સમરસ જાહેર થઇ હતી મસ્કા ગ્રામ પંચાયત સમરસ જાહેર થતાંજ ઢોલ- નગારા સાથે મામલતદાર કચેરી થી મસ્કા ગામ સુધી વાજતે-ગાજતે સરઘસ નીકળ્યું હતુ જેમાં પુર્વ સરપંચ કીર્તીભાઈ ગોરનાં માતૃશ્રી ઉર્મિલાબેન ભાઈલાલ ગોરની બીન હરીફ વરણી કરવામાં આવી હતી સમગ્ર મસ્કા ગામમાં ઉત્સવ નો માહોલ છવાયો હતો 5 હજાર થી વધુ વસ્તી ધરાવતા મસ્કા ગામ માં વિવિધ જ્ઞાતિના લોકો રહે છે પરંતુ પૂર્વ સરપંચની કામગીરી અને કોઈ પણ ભેદભાવ રાખ્યા વિના જન સેવાને ગ્રામજનોએ બીરદાવી અનેક તામાં એકતા ના સૂત્ર ને સાર્થક કરતા એક અનેરો સંદેશ ગ્રામ પંચાયતો ને આપ્યો છે કીર્તિભાઈ ગોરના માતૃશ્રી ઊર્મિલાબેન ભાઈલાલ ગોર બિનહરીફ થતાની સાથેજ માંડવી મામલતદાર કચેરીથી વાજતે- ગાજતે મસ્કા સુધી ગ્રામજનો લઇ ગયા હતા અને સાથો સાથ નવ-નયુક્ત સરપંચ ને ફુલહાર થી વધાવી લીધો હતો ગામમાં ખુશીની લહેર સાથે ઉતશવ નો માહોલ છવાઈ ગયો હતો જેમાં શિલ્પાબેન પ્રકાશચંદ્ર નાથાણી,હીરાભાઈ પટેલ તેમજ સર્વે મસ્કા ગામનાં લોકો બહોળી સંખ્યામાં હાજર રહયાં હતાં.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM