શંખેશ્વરમાં પૂ.રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના ૪૮માં દીક્ષા તિથિએ ત્રિ-દિવસીય મોહોત્સવ યોજાયેલ.

શંખેશ્વર મહાતીર્થ શ્રી 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રસાદે તપાગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા ના શિષ્યરત્ન માનવતાના મસીહા,પ્રવચન પ્રભાવક પ.પૂ.આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના ૪૮માં દીક્ષા તિથિ નિમિત્તે સહ જિનભક્તિમય, ગુરુગુણગાનમય,ધર્મ આરાધનામય,સાધર્મિકસહાયમય, અનુકંપામય,જીવદયામય ત્રિ-દિવસીય મહોત્સવ યોજાયેલ. જ્યોતિષાચાર્ય પ.પૂ.ડો.આ.શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા,મુનિ હેમદર્શન વિજયજી મ.સા,મુનિ નયશેખર વિજયજી મ.સા,મુનિ શૌર્યશેખર વિજયજી મ.સા ની પાવન નિશ્રામાં ત્રિ-દિવસીય મોહોત્સવ પ્રસંગે યોજાયેલ.જેમાં પ્રથમ દિવસે જિનાલય મધ્યે સવારે-10:00 કલાકે શ્રી અનંતરાય નિવારણ પૂજા,બીજા દિવસે સવારે-11.00 કલાકે ઉપાશ્રય મધ્યે 108 ભક્તિ વિહાર તથા જાહજ મંદિરના કર્મચારીઓના બહુમાન તથા ધાબળા વિતરણ,ત્રીજા દિવસે સવારે-10:00 કલાકે જિનાલય મધ્યે વેદનીય નિવારણ કર્મ પૂજા યોજાયેલ.ત્રિ-દિવસીય મહોત્સવના માર્ગદર્શન મુનિરાજ નયશેખર વિજયજી મ.સા,મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા ના નેજા હેઠળ યોજાયેલ.આ ત્રિ-દિવસીય મોહોત્સવ નો લાભ શ્રીમતી કવિતાબેન કુલીનભાઈ દેઢિયા હસ્તે.જીત-કેવીન,ગામ-કચ્છ કોડાય,હાલે મલાડ મુંબઈવાળા પરિવારે સુંદર લાભ લીધેલ.શ્રી પાર્શ્વ મહિલા મંડળ શંખેશ્વરની બહેનોએ પૂજા ભણાવેલ.માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના ૪૮માં દીક્ષા તિથિ નિમિત્તે શંખેશ્વર તીર્થ સમીપે આવેલ વિવિધ ગામોમાં ધાબળા પ્રેમરત્ન પરિવાર દ્વારા વિતરણ કરવામાં આવશે.આ પ્રસંગે પૂર્વેશભાઈ શાસ્સ્ત્રી અને  ગણેશભાઈ વણોલ ઉપસ્થિત રહી સ્ટાફગણના બહુમાન કરેલ.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM