જિલ્લામાં આવેલ એસોશીયેશન, હોદ્દેદારો તથા અગ્રગણ્ય ઉદ્યોગકારોને આગામી દિવસોમાં યોજાનાર વાયબ્રન્ટ ગ્લોબલ સમીટ-૨૦૨૨ અન્વયે બેઠક યોજાઇ

મોડાસા જી.આઈ.ડી.સી. ગણેશપુર  ખાતે મોડાસા જી.આઈ.ડી.સી એસોશીયેશનના હોદ્દેદારો તથા જિલ્લામાં આવેલ  એસોશીયેશન, હોદ્દેદારો તથા અગ્રગણ્ય ઉદ્યોગકારોને  આગામી દિવસોમાં યોજાનાર વાયબ્રન્ટ ગ્લોબલ સમીટ-૨૦૨૨  અન્વયે આસીસ્ટન્ટ કમિશ્નર અને જનરલ મેનેજર શ્રી ડી.ડી.સોલંકીના અધ્યક્ષ સ્થાને  જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ -૨૦૨૨ અન્વયે જરૂરી પ્રેઝન્ટેશન દ્વારા ઈવેન્ટમાં થનાર કાર્યક્રમની  જાણકારી આપવામાં આવી હતી તથા વાયબ્રન્ટ ગુજરાત સમીટમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા તથા ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં જિલ્લામાં આવેલ  ઈન્ડસ્ટ્રીયલ એસોશીયેશનના  હોદ્દેદારો તથા અગ્રગણ્ય ઉદ્યોગકારો ઉપસ્થિત રહયા હતા.    કાર્યક્રમના અંતે પ્રશાંત જોષી,સેક્રેટરી,મોડાસા ઈન્ડસ્ટ્રીયલ એસોસીયેશન દ્વારા આભાર વિધી કરવામાં આવેલ હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *