ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન વાઇબ્રન્ટ ગુજરાત એજ્યુકેશન સમિટ – 2022
અમદાવાદની સાયન્સ સીટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત એજ્યુકેશન સમિટ – 2022ના ભાગરૂપે આયોજિત બે દિવસીય ‘ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઈન્સ્ટિટ્યૂશન’ અંતર્ગત યોજાયેલા રાજ્યની ઉચ્ચ શિક્ષણની અગ્રણી સંસ્થાઓ તેમજ યુનિવર્સિટીના એક્ઝિબિશનને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકાયું હતું.
આ પ્રસંગે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાધાણી, મંત્રી શ્રી ડો. કુબેરભાઇ ડિંડોર, મંત્રી શ્રી કિરિટસિંહ વાધેલા, મંત્રી શ્રી બ્રિજેશકુમાર મેરજા, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, શિક્ષણ વિભાગના અગ્રસચિવશ્રી એસ.જે.હૈદર તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ એક્ઝિબિશનમાં ગુજરાત યુનિવર્સિટી, બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી, ચરોતર યુનિવર્સિટી, એમ.એસ યુનિવર્સિટી, નિરમા યુનિવર્સિટી, નેશનલ ફોરેન્સ્ટિક સાયન્સ યુનિવર્સિટી, આઇ.આઇ.ટી.ગાંધીનગર, રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનિવર્સિટી, સેપ્ટ, જીટીયુ, મારવાડી યુનિવર્સિટી, ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટી, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, પી.આર.એલ તેમજ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સહિત 54 જેટલી યુનિવર્સિટી-સંસ્થાઓના સ્ટોલ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
ઉચ્ચ શિક્ષણના પ્રકાશનો પ્રકાશિત કરતી સંસ્થા ગુજરાત યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ તેમજ એન.સી.આર.ટી ઉપરાંત ગુજરાત મેરિટાઇમ યુનિવર્સિટી, સ્પેસ એપ્લિકેશન સેન્ટર-ઇસરો, આઇ-હબના પણ સ્ટોલ અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ પ્રદર્શનમાં વિવિધ સંસ્થાઓ-યુનિવર્સિટીઓ દ્વારા પ્રદર્શિત કરાયેલી શૈક્ષણિક કામગીરી-પ્રવૃત્તિઓ અને તેમના આગામી આયોજનો મુલાકાતી-વિદ્યાર્થીઓ માટે ઉપયોગી નીવડશે.
સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી (SSIP 2.0) નું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રીશ્રી શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી ના હસ્તે અનાવરણ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્ય મંત્રી મંડળ ના સભ્યો ની ઉપસ્થિતિમાં સાયન્સ સીટી ખાતે આયોજિત ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમીક ઈન્સ્ટીટ્યુસન્સ (ICAI-2022) ના ઉદઘાટન પ્રસંગે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી (SSIP 2.0) નું અનાવરણ કર્યું છે.
સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૭ થી પાંચ વર્ષ માટે અમલમાં મૂકવામાં આવી હતી
આ પોલીસી નો સમયગાળો તા. ૧૦-૦૧-૨૦૨૨ના રોજ પૂર્ણ થાય છે, જેથી હવે આ નવી સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન પોલીસી (SSIP 2.0)ને વધુ પાંચ વર્ષ માટે એટલે કે જાન્યુઆરી, ૨૦૨૨ થી માર્ચ, ૨૦૨૭ સુધી અમલમાં મુકવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રી એ જે પોલિસી લોંચ કરી તેની વિશેષતાઓ અને લાક્ષણિકતાઓ આ મુજબ છે
સ્ટુડન્ટ સ્ટાટર્અપ એન્ડ ઈનોવેશન પોલીસી (SSIP 2.0)ના મુખ્ય લક્ષ્યો
• રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં કાર્યાત્મક ઇનોવેશન અને ઇન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના
• રાજ્યની ઓછામાં ઓછી ૧૦૦૦ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ (HEIs) અને ૧૦,૦૦૦ શાળાઓને આવરી લેતા ૫૦ લાખ વિદ્યાર્થીઓને ઇનોવેશન અને ઉદ્યોગસાહસિકતા માટે જાગૃત કરવા
• વિદ્યાર્થીઓ દ્વારા વિકસિત ૧૦,૦૦૦ પ્રૂફ-ઓફ-કન્સેપ્ટ્સ (PoCs/પ્રોટોટાઇપ)ને સહાય
• શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિકસાવવામાં આવનાર ૧૦૦૦ પ્રૂફ-ઓફ-કન્સેપ્ટ્સ (PoCs/પ્રોટોટાઇપ)ને સહાય
• વિદ્યાર્થીઓને ૫૦૦૦ IP ફાઇલિંગ માટે સહાય
• રાજ્યમાં ઓછામાં ઓછી ૫૦૦ શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓની આવરી લઈને લાભાર્થીઓ માટે એક મજબૂત પ્રિ-ઇન્ક્યુબેશન સપોર્ટ સિસ્ટમનું નિર્માણ.
• ૧૫૦૦ વિદ્યાર્થી સ્ટાર્ટ-અપ્સ અને હાલના સ્ટાર્ટ-અપ્સને અપસ્કેલ કરવા
• i-Hubપર ૫૦૦ સ્ટાર્ટ-અપ (ભૌતિક અને વર્ચ્યુઅલ) ઇન્ક્યુબેટ કરવા.
• i-Hubખાતે સ્ટાર્ટ-અપ સૃજન સીડ સપોર્ટ હેઠળ ૫૦૦ સ્ટાર્ટ-અપને સહાય











