પંજાબ માં દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ઉપર જીવલેણ હુમલો ની ઘટના ના વિરોધ સ્વરૂપે વલસાડ ભારતીય જનતા પાર્ટી દ્વારા “કોંગ્રેસ સદબુધ્ધિ મૌન ધરણા” કાર્યક્રમ યોજાયો.


 વલસાડ ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના માનનીય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ની પંજાબ ખાતે ની મુલાકાત દરમ્યાન તેમની સુરક્ષા ઈરાદાપૂર્વક પંજાબ ની કોંગ્રેસ સરકાર દ્વારા કરવામાં આવેલી ભૂલ ન કારણે દેશ ના વડાપ્રધાન ઉપર જાણે જીવલેણ હુમલા ની ઘટના બનવા પામી હતી,જેને પગલે સમગ્ર દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે જેને પગલે સમગ્ર દેશ સહિત ગુજરાત માં આ અંગે આમ જનતા સહિત ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો માં ભારે રોષ ની લાગણી જોવા મળી રહી છે ત્યારે પંજાબ ની ઘટના સામે વલસાડ ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આ ઘટના ને સખત થી સખત શબ્દોમાં વખોડી કાઢી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આજરોજ વલસાડ ના ગાંધી લાયબ્રેરી ખાતે ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લા ના પ્રમુખ માનનીય શ્રી હેમંતભાઈ કંસારાજી ની આગેવાની હેઠળ “કોંગ્રેસ સદબુધ્ધિ મૌન ધરણા” કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું, આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રીશ્રી કમલેશભાઈ પટેલ,જિલ્લા ભાજપ ના ખજાનચી શ્રી રાજેશભાઇ ભાનુશાલી,ભાજપ પ્રદેશ લઘુમતી મોરચાના ના મંત્રી શ્રી ઇલ્યાસભાઈ મલેક,વલસાડ નગરપાલીકા ના પ્રમુખ શ્રીમતી કિન્નરીબેન પટેલ,ધરમપુર નગરપાલીકા પ્રમુખ શ્રીમતી જ્યોત્સનાબેન દેસાઈ,વલસાડ જિલ્લા ભાજપ મીડીયા કન્વીનર દિવ્યેશ કૈલાશનાથ પાંડે,વલસાડ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કિશોરભાઈ મેહવાલા,વલસાડ શહેર પ્રમુખ શ્રી કનદર્પભાઈ દેસાઈ, યુવા મોરચાના પ્રમુખ શ્રી સ્નેહીલ દેસાઈ, નગરપાલીકા ના ચૂંટાયેલા સભ્યો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…
રિપોર્ટ રાકેશ ક્ષત્રિય

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM