પંડિત ઓમકારનાથ હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમ
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ભરૂચમાં જીમ કમ યોગા સેન્ટર / સ્પોર્ટસ કોમ્પલેક્ષનું મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઓનલાઈન ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.
રૂ.૪,૯૨,૩૯,૦૦૦/- ના ખર્ચે ભરૂચના જે.બી.મોદી પાર્ક નજીક તૈયાર થનારા આ જીમ કમ યોગા સેન્ટર / સ્પોર્ટસ કોમ્પલેક્ષના ઈ-ખાતમૂહુર્ત પ્રસંગે ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલ અને નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ સુરભીબેન તમાકુવાલા, જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.
ઈ-ખાતમૂહુર્તની શરૂઆતમાં સાંસદશ્રી મનસુખભાઈ વસાવા અને ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના હેઠળ તૈયાર થનારૂં આ જીમ કમ યોગા સેન્ટર / સ્પોર્ટસ કોમ્પલેક્ષ જે ભરૂચની આગવી ઓળખ બનશે. જેમાં થનારી એક્ટીવીટીની પણ માહિતીઓ આપી હતી. આ વેળાએ ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની નગરપાલિકાઓને ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા ફાળવેલી ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસ કામોનું ઈ-ખાતમૂહુર્ત / ઈ-લોકાર્પણ કર્યું હતું અને વિસ્તૃત માર્ગદર્શન પણ પુરૂં પાડ્યું હતું.
આ વેળાએ ભરૂચ નગરપાલિકાના હોદ્દેદારો, અધિકારીગણ, આગેવાન પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.



