“સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા ન્યૂજર્સી ખાતે યુ.એસ.એ. – કેનેડા એલુમ્ની ચેપ્ટર નો શુભારંભ કરવામાં આવ્યો.”

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર દ્વારા ન્યૂજર્સી ખાતે પ્રથમ ઇન્ટરનેશનલ એલુમ્ની મીટ ચેપ્ટર નો શુભારંભ કરવામાં આવ્યો. આ ઈન્ટરનેશનલ મીટમાં યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કરી યુ. એસ.એ. અને કેનેડામાં સ્થાયી થયેલા ૫૦ થી પણ વધુ એલુમ્ની વિધાર્થીઓ જોડાયા હતા. ઉપરાંત ફેસબૂકના માધ્યમથી ૫૦૦થી પણ વધારે લોકોએ ઓનલાઇન લાભ લીધો હતો.
ઇન્ટરનેશનલ એલુમ્ની મીટનો શુભારંભ સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશ પટેલ, ટેકનીકલ કોર્સ ડાયરેક્ટર ડો.ડી.જે.શાહ દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશ પટેલે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતા વિવિધ કાર્યક્રમો અને આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ યુનિવર્સિટીના વિવિધ પ્રોજેક્ટસ અને મ્યુચ્યુઅલ કોર્પોરેશનની શક્યતાઓ અને સંભાવનાઓ વિશે પોતાના વિચારો રજુ કર્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ એલુમ્ની વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી દ્વારા હાલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે યોજવામાં આવતા વિવિધ એકેડેમિક, રિસર્ચ, ઇનોવેશન, ઈનક્યુબેશન, મેન્ટરિંગ, સ્ટાર્ટઅપ, ઇન્ડસ્ટ્રી કોલોબ્રેશન્સ, ઓરિએંટેશન, હેલ્થ કેમ્પ અને સહયોગી પ્રોગ્રામોને બિરદાવ્યા હતા અને ગૌરવની લાગણી અભીવ્યક્ત કરી હતી અને આગામી ભવિષ્યના સમયમાં યુનિવર્સિટીના એલુમ્ની વિદ્યાર્થી તરીકે યુ.એસ.એ અને કેનેડામાં સ્થાયી થનારા વિદ્યાર્થીઓને શક્ય તેટલું મદદરૂપ થવા પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપશે અને યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય કક્ષાએ સર્વાંગી વિકાસમા સવિશેષ સહયોગી થશે તેવી લાગણી અભિવ્યક્ત કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *