યુનાઈટેડ નેશન ( સંયુક્ત રાષ્ટ્રસંધ ) દ્વારા પ્રેરિત લંડન, UK ની સંસ્થા WYIMUN ( World Youth International Model United Nation ) દ્વારા યુનાઈટેડ નેશનના નિરંતર asthall all ( SDG – 2030 – Sustainable Development Goals – 2030 all lexisla ) હાંસલ કરવા તેમજ વિશ્વના દરેક દેશોના યુવાનોને યુનાઈટેડ નેશનની કમીટી-પ્રોટોકલ-પોલીસી વિગેરેના ચોક્કસ અમલીકરણ પદ્ધતિની તાલીમ આપવાનું કાર્ય કરે છે.
જેમાં જે તે દેશના અનુભવી કુશળ તેમજ યુનાઈટેડ નેશનના MUN પર જેમણે વિશેષ કાર્ય કર્યું હોય તેમની જે – તે દેશના ડાયરેકટર પદે નિમણુક કરે છે . ડૉ . સુધીર જોશી છેલ્લા ત્રણ વર્ષથી મોડેલ યુનાઈટેડ નેશન અને WYIMUN માં ભારતના એમ્બેસેડર તરીકે તેમજ બેસ્ટ ડેલીગેટ અને બેસ્ટ પોઝીશન પેપર એવોર્ડ મેળવી ચૂક્યા છે . તેઓની આ વિવિધ સિધ્ધિઓને ધ્યાને લઈ લંડનની WYIMUN સંસ્થા દ્વારા તેઓની ભારતના કન્ટ્રી ડાયરેકટર તરીકે નિમણુક કરી છે .
સમગ્ર વડોદરા જિલ્લો, ગુજરાત રાજ્ય અને ભારત દેશ માટે આ ગૌરવની બાબત છે . તેમની આ સિધ્ધી બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
યુનાઈટેડ નેશનમાં ભારત દેશનું ઉતમ પ્રતિનિધિત્વ કરવું અને સર્વશ્રેષ્ઠ ભારતના સંકલ્પમાં સૌને ભાગીદાર કરવા તે તેમનું પ્રયોજન છે .

