કચ્છ જિલ્લા ભાજપની અગત્યની બેઠક યોજાઈ

વિધાનસભા ચૂંટણી પૂર્વે સંગઠનાત્મક કામગીરીને વેગવંતી બનાવવા મનોમંથન કરાયું

કચ્છમાં છ એ છ વિધાનસભા બેઠક પર કમળ લહેરાશે… કેશુભાઈ પટેલ

વિધાનસભા ચુટણી પૂર્વે કચ્છ જિલ્લા ભાજપ સંગઠનને વધુ વેગવાન બનાવવા તેમજ વિવિધ પ્રકારની સંગઠનાત્મક કામગીરીઓનુ ં વિશ્લેષણ કરવા તથા વિભિન્ન જવાબદારીઓ સુનિશ્વિત કરવા માટે આજરોજ સાંજે કે.ડી.સી.સી. બે ંક હોલ ભુજ ખાતે કચ્છ જિલ્લા ભાજપની અધ્યક્ષ કેશુભાઈ પટેલના નેતૃત્વ હેઠળ એક અગત્યની બેઠક યોજાઈ હતી. બેઠકને સંબોધતા જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે જણાવ્યુ ં હતું કે, કેન્દ્ર અને રાજય સરકારોની નેત્રદિપક સિધ્ધીઓ અને કાર્યકરોના સંઘબળના સહારે કચ્છમાં આગામી વિધાનસભા ચુ ંટણીમાં કમળ પૂર્ણ કળાએ ખીલશે અને છ એ છ બેઠકો ભાજપ કબજે કરશે એ તદન નિ:સંદેહ બાબત છે. ચુ ંટણી અગાઉ બાકી રહેતી પેજ સમિતિની કામગીરી સવેળાએ પૂર્ણ કરવા તેમણે સૌ ઉપસ્થિત કાર્યકરોને ટકોર કરી હતી અને જણાવ્યું હતું કે, પેજ કમીટી એ કોઈ પણ ચુ ંટણી જીતવા માટેનુ ં નિર્ણાયક શસ્ત્ર છે. વધુમાં શ્રી પટેલે જણાવ્યુ ં હતું કે, આગામી તા.ર૦ જાન્યુઆરીના રોજ ગુજરાતભરના તમામ પ૭૯ મંડલો પર એક સાથે બપોરે ૧ર થી ર ના સમયગાળામાં સંગઠનની બેઠકો યોજાશે જે એક અભૂતપૂર્વ પ્રસંગ હશે. જિલ્લા ભાજપ મહામંત્રી શીતલભાઈ શાહે સર્વે ઉપસ્થિતોને સંબોધતા જણાવ્યુ ં હતું કે, પ્રદેશની માર્ગદર્શિકા અનુસાર જિલ્લાના હોદેદારો, મોરચાના હોદેદારો તેમજ મંડલના હોદેદારોએ જે તે સમાજના અગ્રણીઓની યાદી બનાવીને તેઓને પક્ષની વિચારધારા અને વિકાસયાત્રા સાથે જોડવાના રહેશે જેથી સરકારશ્રીની ઉપલબ્ધિઓ તેમજ અનેક લોકાભિમુખ યોજનાઓને સહજપણે સર્વે સમાજના લોકો સુધી પહોંચાડી શકાય. જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાહુલભાઈ ગોરે જણાવ્યુ ં હતું કે, પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલના પેજ કમીટીના મોડેલના સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ કચ્છમાંથી શ્રીગણેશ થયા હતા. આગામી દિવસોમાં કચ્છના તમામ ૧૮પ૧ બુથો પર પ્રત્યેક બુથ દિઠ વધુમાં વધુ લોકોને આ કામગીરી હેઠળ આવરી લેવાશે. વધુમાં તેમણે સર્વે ઉપસ્થિતોને હાલમાં રાષ્ટ્રીય ભાજપ દ્વારા ચાલી રહેલા ”માઈક્રો ડોનેશન” અભિયાનમાં નમો એપના માધ્યમથી જોડાવવા આહવાન કર્યુ ં હતું. જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જયંતભાઈ માધાપરીયાએ જણાવ્યુ ં હતું કે, વિશ્વની સૌથી વિશાળ રાજકીય પાર્ટી ભાજપ સંગઠન અને સરકારના માધ્યમથી સમાજના પ્રત્યેક વર્ગ, સમુદાય તેમજ વિવિધ ક્ષેત્રે મહારથ ધરાવતા વ્યકિતઓ સાથે વૈચારિક આદાન પ્રદાન કરવા સદૈવ ઉત્સુક રહે છે ત્યારે ધાર્મિક આગેવાનો, સાહિત્યકારો, કવિઓ, લેખકો, તબીબો, ધારાશાસ્ત્રીઓ વગેરે જેવા વિવિધ ર૦ જેટલા ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રબુધ્ધ લોકોની યાદી તૈયાર કરી તેઓને પક્ષની વિચારધારા સાથે સાંકળવામાં આવશે. નમો એપની અગત્યતા અને કાર્યપધ્ધતિ વિશે કચ્છ જિલ્લા ભાજપ આઈ.ટી. સેલ ઈન્ચાર્જ જીતેનભાઈ ઠકકરે સવિસ્તાર માહિતી આપી હતી જયારે કાર્યક્રમનુ ં સંચાલન જિલ્લા ભાજપ મહામંત્રી વલ્લમજીભાઈ હુંબલ અને આભારવિધી ઉપાધ્યક્ષ ડો.મુકેશભાઈ ચંદેએ કરી હતી. આ બેઠકમાં ધારાસભ્યો વાસણભાઈ આહિર, પ્રધ્યુમનસિંહ જાડેજા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ત્રિકમભાઈ છાંગા, ભરતભાઈ શાહ, પચાણભાઈ સંજોટ સહિત જિલ્લા ભાજપના હોદેદારો, તમામ મંડલના પ્રમુખ/મહામંત્રીશ્રીઓ, જિલ્લા પંચાયત હોદેદારો, તાલુકા પંચાયત, નગરપાલિકાના પ્રમુખો, જિલ્લા મોરચાના પ્રમુખ/મહામંત્રીઓ, માઈક્રો ડોનેશન અભિયાનના ઈન્ચાર્જો ઉપસ્થિત રહયા હોવાનુ ં કચ્છ જિલ્લા ભાજપ મીડીયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM