ભવાનદગડ ગામે યોજાઈ રમત સ્પર્ધા

ડાંગના નેહરુ યુવા કેન્દ્ર દ્વારા તાજેતરમા ભવાનદગડ ગામે એક રમત સ્પર્ધાનુ આયોજન કરાયુ હતુ. ક્ષત્રિય યુવક મંડળ, ભવાનદગદના સહયોગથી ભવાનદગદ ગામ, આહવા બ્લોક, સહિત સમગ્ર ડાંગની જિલ્લા કક્ષાની આ રમતગમત સ્પર્ધાનુ ઉદ્ઘાટન ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલના હસ્તે કરાયુ હતુ. આ વેળા ધારાસભ્યશ્રી દ્વારા યુવાનોમા નેતૃત્વના ગુણોના વિકાસ સાથે, ટીમ વર્કની ભાવના, અને શારીરિક તથા માનસિક તંદુરસ્તી વિકસાવવા માટે, રોજિંદા જીવનમા રમતગમતના મહત્વ વિશે યુવાનોને માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. આ સ્પર્ધામા વોલીબોલ, ટગ ઓફ વોર, લાંબી કૂદ, બેડમિન્ટન, અને ૧૦૦ મીટર દોડ જેવી સ્પર્ધાઓનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ડાંગ જિલ્લાના ત્રણેય બ્લોકના યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *