આહવા ખાતે યોજાઇ ‘ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ ફોર NID પોલિયો ઇમ્યુનાઇઝેશન’ અંગેની સમિક્ષા બેઠક

ડાંગ જિલ્લામા પોલિયો રસીકરણની કામગીરીમા લક્ષ નિયત કરવા માટે, વસતિનુ પ્રમાણ, સર્વે આધારીત લક્ષ્યાંક, તથા જન્મદરને ધ્યાને લઈ, ચોક્કસ રણનીતિ ઘડી કાઢવાનુ આહવાન, ડાંગ કલેક્ટર શ્રી ભાવિન પંડયા તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગ એ જિલ્લાના આરોગ્ય તંત્રને કર્યું છે. ‘ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ ફોર NID પોલિયો ઇમ્યુનાઇઝેશન’ની એક અગત્યની બેઠકને સંબોધતા આ ઉચ્ચાધિકારીઓએ, ડાંગ જિલ્લામાથી સ્થળાંતરિત થતા શ્રમિક પરિવારોના લક્ષિત લાભાર્થીઓ પણ, રસિકરણના કાર્યક્રમમા આવરી લેવામા આવે, તે સુનિશ્ચિત કરવાની અપીલ કરી હતી. રૂટિન ઇમ્યુનાઇઝેશનની કામગીરી સાથે કોવિડ-૧૯ના ચાલી રહેલા વેક્સિનેશન બાબતે માર્ગદર્શન આપતા કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ, ૧૮+ નાગરિકોના રસીકરણની ૮૮ ટકા જેટલી કામગીરી તથા સેકન્ડ ડોઝની ૭૭ ટકા કામગીરીને સો ટકા સુધી વેળાસર લઈ જવાની અપીલ કરી હતી. ૧૫ થી ૧૮ વર્ષની વયજૂથના યુવાનોના રસિકરણના નિયત લક્ષને ૭૦ ટકાથી સો ટકા સુધી લઈ જવા માટે પણ ઉચ્ચાધિકારીઓએ માર્ગદર્શન આપ્યુ હતુ. પ્રિકોશન ડોઝ બાબતે ચાલી રહેલી કામગીરી સંદર્ભે, પાત્રતા ધરાવતા લાભાર્થીઓની અધતન યાદી તૈયાર કરવાની સૂચના પણ, બેઠકમા આપવામા આવી હતી.
બેઠકની કાર્યવાહી સંભાળતા RCHOશ્રી ડો.સંજય શાહે ‘મિશન ઇન્દ્રધનુષ’ પ્રોગ્રામ અંતર્ગત, રસીકરણથી વંચિત વિસ્તાર કે લાભાર્થીઓ સુધી, અસરકારક રીતે પહોંચી હાઇરીસ્ક એરિયા જેવા વિસ્તારોમા માઇક્રોપ્લાન થકી આગળ વધવાનુ વ્યવસ્થાતંત્ર ગોઠવાયુ હોવાનુ જણાવ્યુ હતુ. દરમિયાન PHC કક્ષાએ ફરજ બજાવતા FHW પાસેથી અસરકારક કામગીરી લઈને MO વિશેષ જવાબદારી અદા કરે, તેવો સૂર પણ આ અધિકારીઓએ વ્યક્ત કર્યો હતો. અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામિતે પૂરક વિગતો રજૂ કરી હતી. જ્યારે W.H.O. ના કન્સલ્ટન્ટ ડો.પ્રફુલ સિંગે વૈશ્વિક પરિપ્રેક્ષ્યમા રાજ્ય, તથા જિલ્લાની કામગીરીનુ ચિત્ર રજૂ કર્યુ હતુ.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM