- – પૃથ્વી પાસેથી પસાર થનાર એસ્ટરોઈડનો માર્ગ બદલવા વૈજ્ઞાનિકો સક્ષમ.
- – પૃથ્વી તરફ ર૬,૮૦૦ માઈલ પ્નતિ કલાક ઝડપે આગળ વધી રહ્યો છે.
- – એસ્ટરોઈડની ભયાનકતા માનવજાત માટે આલબેલ.
- – એસ્ટરોઈડનો વ્યાસ ૧.૩ કિ.મી. નો અંદાજ.
- – વિશ્વના વૈજ્ઞાનિકોની લઘુગ્રહ ઉપર ચાપતી નજર. અકસ્માતનો ભય દૂર કરશે.
- – વિજ્ઞાન જાથા અવકાશી ઘટનાની માહિતી આપશે.
અમદાવાદ : વિશ્વના વૈજ્ઞાનિકો પૃથ્વી તરફ આવી રહેલો ઉલ્કાપિંડ, એસ્ટરોઈડની અવકાશી માહિતીના આધારે અકસ્માતને ટાળવા, તેની દિશા બદલવાની ક્ષમતા ધરાવતા હોય તા. ૪ માર્ચ બપોરના ૧.૩૦ કલાકે પૃથ્વી પાસેથી જેટ ગતિથી પસાર થનાર લઘુગ્રહણનો માર્ગ બદલીને માનવજાતને ખતરામાંથી ઉગારશે. પૃથ્વીવાસીઓએ કોઈપણ પ્નકારનો ભય કે ડર રાખવાની જરૂર નથી. નાસાએ તમામ પ્નકારની તૈયારી કરીને લઘુગ્રહનો માર્ગ બદલી નાખશે તેથી ભય, ડર, શંકા, કુશંકાથી દૂર રહેવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે.
અવકાશી ઘટનામાં એક વિશાળ ઉલ્કાપિંડ, એસ્ટરોઈડ જેનો વ્યાસ ૧.૩ કિ.મી. સુધીનો હોવાનો અંદાજ છે. જે પૃથ્વી ઉપર આગળ વધી રહ્યો છે. આ ખતરનાક લઘુગ્રહ ૪.પ મિલિયન કિ.મી. ની નજીક આવશે. લઘુગ્રહ તેની નજીકની ચંદ્ર ભ્રમણકક્ષાના સરેરાશ અંતર કરતાં લગભગ ૧૩ ગણો હશે. અવકાશી પદાર્થ ર૬,૮૦૦ એમપીએચથી વધુની આશ્ચર્યજનક ઝડપે મુસાફરી કરશે, જે ૪ માર્ચ બપોરે ૧.૩૦ વાગ્યે પસાર થવાનો છે. ટેલિસ્કોપથી આ માહિતી પ્નાપ્ત થઈ છે. એસ્ટરોઈડ ૩૮૪ દિવસમાં સૂર્યની આસપાસ એક પરિક્રમા પૂર્ણ કરે છે. પૃથ્વીને સૂર્યની પરિક્રમા કરવામાં જે સમય લાગે છે તેના કરતાં થોડો લાંબો છે. એસ્ટરોઈડથી માનવજાતે કાયમી સાવચેતી રાખવી પડે છે. લઘુગ્રહ કાયમ માટે માનવજાત ઉપર ખતરા સમાન છે. એસ્ટરોઈડની અસરથી પૃથ્વી પરથી વિશાળ ડાયનાસોરનું કાયમ માટે અસ્તિત્વ નાશ પામ્યું તેના પુરાવા પડયા છે, તેથી અવકાશી ઘટના ઉપર વૈજ્ઞાનિકો સતત ધ્યાન રાખે છે, સાથે નિવારણ કરે છે. એસ્ટરોઈડ લઘુગ્રહની ભયાનકતા અકલ્પિત છે. તેથી ઉલ્કાપિંડની દિશા બદલવાની સંપૂર્ણ તૈયારી વૈજ્ઞાનિકોએ કરી લીધી છે.
જાથાના રાજય ચેરમેન, એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે પ્નાદેશિક કાર્યાલયે જાગૃતોએ તા. ૪ માર્ચે ઉલ્કાપિંડની અસરો ઉપર માહિતી આપી વધુ પ્નકાશ પાડવા માટે વાત મુકી હતી. જેથી આ દિવસે કોઈપણ પ્નકારનો ખતરો નથી. આગામી વર્ષ ર૦૪૩ સુધીમાં આવી કોઈપણ ઘટના બનવાની નથી. એસ્ટરોઈડનું જોખમ ગ્રહ માટે કાયમ રહ્યું છે. પૃથ્વી ઉપર સંકટ સમાન એસ્ટરોઈડ, ઉલ્કાપિંડ છે. નાસાએ સંભવિત જોખમ સામેની આખરી તૈયારી કરી લીધી છે. અગાઉ પણ એસ્ટરોઈડની દિશા બદલાવી નાખી હતી. વૈજ્ઞાનિકો માનવ કલ્યાણકારી સંશોધનોને અગ્રતા આપે છે. અવકાશી ઘટનાની હિલચાલ ઉપર સતત નજર હોય છે તેથી લોકોમાં ભય–ડર અફવા ફેલાય નહિ તે પણ કર્તવ્ય છે.