- – રાષ્ટ્રીય વિજ્ઞાન દિન ઉજવણી અંતર્ગત વિવિધ સ્પર્ધા યોજાશે.
- – ચમત્કારિક પ્નયોગોનું નિદર્શન સાથે સ્પર્ધાઓ યોજાશે.
- – વિજ્ઞાન જાથાનો ૯૯૯૮ મો કાર્યક્રમ યોજાશે.
- – જાથાના રાજય ચેરમેન જયંત પંડયા ખાસ હાજરી આપશે.
અમદાવાદ : ભારત સરકારના વિજ્ઞાન અને પ્નૌદ્યોગિકી વિભાગ દ્વારા દેશભરમાં તા. ર૮ મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞા દિનની ઉજવણી અનેકવિધ કાર્યક્રમોથી કરવામાં આવે છે. તે અંતર્ગત ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી દ્વારા જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામે સ્પંદન વિદ્યાલય ખાતે ૯૯૯૮ મો ચમત્કારોથી ચેતો જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે. વૈજ્ઞાનિક ચમત્કારિક પ્નયોગોનું નિદર્શન તથા સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયા ધારદાર વકતવ્ય સાથે વ્હેમ, અંધશ્રદ્ધા, ચમત્કાર ઉપર વૈજ્ઞાનિક સમજ આપશે. તા. ૧૯ મી ફેબ્રુઆરી, ર૦રર ના શનિવારે સવારે ૧૦ કલાકે શાળાના પટાંગણમાં કાર્યક્રમનું અદ્દભુત આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટન શાળાના ટ્રસ્ટી રમેશભાઈ મેનપરા, આચાર્ય કૌશિકભાઈ મેનપરા, મહેશભાઈ કોઠીયા, પૂજાબેન નંદાણીયા, સ્ટાફની હાજરીમાં કરવામાં આવશે.
ચમત્કારિક પ્નયોગોમાં એકના ડબલ, હાથમાંથી કંકુ–ભસ્મ, લોહી નીકળવું, ધૂણવું–સવારી આવવી, બેડી તુટવી, હઝરતમાં જોવું, અગ્નિનું આપોઆપ સળગવું, હાથ–માથા ઉપર દીવા રાખવા, મનગમતી મીઠાઈ વિગેરેનું નિદર્શન કરી શીખડાવી દેવામાં આવશે.
વિજ્ઞાન દિન ઉજવણી અંતર્ગત શાળામાં શીઘ્ર ચિત્ર અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.
પ્નયોગ નિદર્શનમાં જીજ્ઞેશ અમીપરા, ભોજાભાઈ ટોયટા, નર્ભયિ જોશી, અંકલેશ ગોહિલ, વિનુભાઈ ઉપાધ્યાય, મહેશભાઈ કોઠીયા ભાગ લેવાના છે.
મોટા વડાળાના સ્પંદન વિદ્યાલયના આચાર્ય કૌશિક મેનપરા, પૂજાબેન નંદાણીયા, હિનાબેન, બંસીબેન, રાધિકાબેન, વિવેકાબેન, દ્રષ્ટિબેન, ધર્મિષ્ઠાબેન, જાન્વીબેન સહિત ટ્રસ્ટી મંડળના સદસ્યો સફળ બનાવવા જહેમત ઉઠાવી રહેલ છે.
જાથાનો જનજાગૃતિ ૯૯૯૮ મો કાર્યક્રમ હોય રાજયભરમાં વૈજ્ઞાનિક મિજાજ કેળવાય તેવા આયોજનોમાં જાહેરાત કરવામાં આવશે.