







રિલાયન્સ ફાઉન્ડેશનના કાર્ય વિસ્તાર એવા મેઘરજ તાલુકાના રાયવાડા ગામે વિશ્વ જળ દિવસની ઉજવણીના ભાગરૂપે “ભુજળ અદ્રશ્ય થી દ્રશ્યમાન થીમ” પર જળ સંચય જાગૃતિ અભિયાન કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો, પ્રસ્તુત કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી કનુભાઈ મેનાતના અધ્યક્ષ સ્થાને હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા સદસ્ય તલાજી,ડી.એસ.સી સંસ્થા પ્રતિનિધિ,પરિવર્તન સંસ્થાના ડાયરેક્ટર જગદીશભાઈ પંડ્યા તથા રાયવાડા ગ્રામ પંચાયત પ્રતિનિધિઓની ઉપસ્થિત કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો, કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ દ્વારા પ્રાસંગીક પ્રવચનમાં પોતાના કાર્યકાળ દરમિયાન પાણીસંગ્રહની કામગીરીને વધુ વેગ મળે તેવા તમામ પ્રયાસ હાથ ધરવાની ખાતરી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા રાયવાડા ગામમાં વર્તમાન સમયમાં પાણીની સ્થિતિ અંગે સમજ કેળવવા વોટર બજેટીગ દ્વારા ગામ લોકોને ગામની પાણી વિષયક પરિસ્થિતિથી વાકેફ કરવાનો પ્રયાસ હાથ ધરાયો, જેના દ્વારા પાણીસંગ્રહ કામગીરીનું આગામી આયોજન પર ભાર મૂકવાં અંગે સમજ ઉભી કરવામાં આવી હતી, કાર્યક્રમના અંતે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સહભાગી જન સમુદાયને પાણી વિષયક લોક જાગૃતિ માટે શપથવિધિ કાર્યક્રમ હાથ ધરી આભાર વિધિ સાથે કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.
