નાસિકથી જળયાત્રાનો પ્રારંભ


આછવણીના સુપ્રસિદ્ધ પ્રગટ પ્રગટેશ્વર ધામમાં મહાશિવરાત્રીનો મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાય છે, જેની તડામાર તૈયારી રૂપે તા.૨૧/૨ એ નાસિક પંચવટી રામકુંડ ખાતેથી શ્રી બીપીનભાઈ પરમાર પ્રમુખશ્રી પ્રગટેશ્વર ધામ સેવા સમિતિ ની આગેવાનીમાં પવિત્ર ગોદાવરી નદીના જળની યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો
ગોદાવરી જળ ડિન્ડીયાત્રા- પગપાળા નાસિકથી આછવણી ધામે ૨૭ ફેબ્રુઆરીએ આવશે જેનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
૨૮ ફેબ્રુઆરીએ બપોરે એક વાગે મહારુદ્ર યજ્ઞનો પૂજ્ય ધર્માચાર્ય પરભુ દાદા તથા ધર્માચાર્યા રમાબાની નિશ્રામાં પ્રારંભ કરવામાં આવશે જે બીજે દિવસે બપોરે બે વાગે પૂર્ણ થશે.
તારીખ પહેલી માર્ચે સાંજે ચાર વાગે પૂજ્ય ધર્માચાર્ય પરભુ દાદા સાથે વિરાટ શોભાયાત્રાનો પ્રારંભ થશે. રાત્રે પ્રગટેશ્વર દાદાની મહા આરતી રામેશ્વર અને વિવિધ પવિત્ર સ્થળના જળથી અભિષેક અને ત્યારબાદ મહાપ્રસાદ વિતરિત કરવામાં આવશે.
મહાશિવરાત્રી મહોત્સવની ઉજવણીમાં સહભાગી થવા પ્રમુખશ્રી બિપિન ભાઈ પરમાર પધારવા જણાવે છે.
