ત્રીમંદિર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી.

અમરેલી ખાતે મહિલા સામખ્ય શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા દાદા ભગવાન ત્રિમંદિર લીલીયા રોડ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કાર્યક્રમનું આયોજન જિલ્લા સંકલન અધિકારી ઇલાબેન ગૌસ્વામી દ્વારા કરવામાં આવેલ જેમાં અમરેલી જિલ્લાના તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માંથી ૧૫૦ બહેનો સહભાગી થયેલ આ કાર્યક્રમનો હેતુ કુપોષણનો સર્વે કરેલા ગામોમાંથી કિશોરી સંઘના બહેનોએ ભાગ લીધેલ બહેનોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે મહેમાન શ્રી ડોડીયા ભૂમિબેન જિલ્લા ગર્લ્સ એજ્યુકેશન, જોષી પલ્લવીબેન જિલ્લા કોડિનેટર સર્વ શિક્ષા અભિયાન, ગોસ્વામી અવનીબેન બાગાયત અધિકારી, કોકીલાબેન જે કાકડીયા ભાજપ મહિલા પ્રમુખ હાજર રહી કાર્યક્રમ ને અનુરૂપ વક્તવ્ય આપવામાં આવ્યું કાર્યક્રમમાં કાર્યકર્તા દ્વારા પોષણ અંતર્ગત પોષણ અદાલત નાટક રજુ કરવામાં આવ્યું કિશોરીઓ અને બહેનોના સશક્તિકરણ માટે સેલ્ફ ડિફેન્સ પોઇન્ટની તાલીમ આપવામાં આવી પૂરક પોષણ માંથી બનતી અલગ – અલગ ૧૬ જેટલી વાનગીનું સ્ટોલ બનાવી પ્રદર્શન કરવામાં આવ્યું સંઘ ના બહેનો અને કિશોરીઓ નું પોષણ સ્તર સુધારણા અંતર્ગત વજન અને ઊંચાઈ કરાવી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું આ ઉપરાંત સામૂહિક ગરબા કરાવી બહેનોને આનંદ કરાવવા માં આવ્યો.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM