પિંપરીની શાળામાં કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન ને બોર્ડ પરીક્ષા માટે શુભેચ્છા

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આહવા તાલુકાના પિંપરીની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધો. 10/ 12 ના વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા માટે શુભેચ્છા સમારંભ શાળાના આચાર્ય શ્રીકલ્પેશસિંહ પરમાર અને ટ્રસ્ટીશ્રી ધર્મેન્દ્રસિંહ સોલંકીના અધ્યક્ષ પદે યોજાયો. જેની શરૂઆત પ્રાર્થનાથી અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળા પરિવાર અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતશ્રી મંગલસ્વામી અને મુનિચરણસ્વામી ના આશીર્વાદ તથા પરીક્ષામાં સફળતા કઈ રીતે પ્રાપ્ત થઇ શકે? તે અંગે માર્ગદર્શન મળ્યું. આ સાથે વિદ્યાર્થીઓનું મીઠું કરાવી લેખિત સંતોના આશીર્વાદ શુભેચ્છા સંદેશના પેમ્પલેટ વિદ્યાર્થીઓને અપાયા.
આ સાથે શાળાના આચાર્ય શ્રીકલ્પેશસિંહ પરમાર ના પ્રયત્નને સફળતા અને યશ પ્રાપ્ત થતાં શાળાની કમ્પ્યુટર લેબ માટે ૧૦ નંગ કમ્પ્યુટર-લેપટોપ પ્રથમ ફાઉન્ડેશન ખારેલ અને એલ.&. ટી. કંપનીના સહકારથી દ્વારા શાળાને મળ્યા. તે કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન ઉપસ્થિત સંતો દ્વારા કરવામાં આવ્યું.
આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકશ્રી પી. ડી. રાઠોડ કર્યું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM