


વાપી તાલુકાના કોચરવા ખાતે રૂા. ૧.૮૦ કરોડના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક શાળને આજરોજ રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ આ શાળાના મકાનની જમીનના દાતા એવા યશો ઇન્ડ્રસ્ટ્રીઝના ડિરેકટર વિનોદભાઇ ઝવેરી અને એમ. ડી. પરાગ ઝવેરી, વાપી નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ મિતેશભાઇ દેસાઇ, શહેર પ્રમુખ સતીષભાઇ પટેલ શાળના આચાર્ય શ્રીમતી કલ્પાબેનની ઉપસ્થિતિમાં ખુલ્લી મૂકી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવના માધ્યમથી શાળાનું શિક્ષણ કેવી રીતે સુંદર થાય તે માટેના સર્વાગી પ્રયાસો કર્યા જેના આજે સારા પરિણામો મળી રહયા છે. સમગ્ર દેશમાં ગુજરાત મોડેલ અપનાવીને આ વખતના બજેટમાં રૂા. ૧૦ હજાર કરોડના એમ. ઓ. યુ. કરીને વિશ્વ બેંક સાથે મળી ગુજરાતની બધી શાળાઓમાં તેમજ આદિવાસી વિસ્તારમાં એક લાખ પચાસ હજાર બાળકો હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી શકશે તેનું આયોજન કરવામાં આવ્યું છે. યશો ઇન્ડ્રસ્ટ્રીઝ અને યશો પરિવાર તરફથી આ શાળાને પ્રોત્સાહિત કરીને આ ગામ માટે શાળાના નિમાર્ણમાં જે યોગદાન આપ્યું છે તે બદલ તેમને અભિનંદન અને ધન્યવાદ આપ્યા હતા. કોરોના કાળમાં પણ ગુજરાત સરકારે કોરોના નિયંત્રણ માટે લીધેલા પગલાથી આજે ઉદ્યોગોને અને લોકોને ખૂબ ઓછું નુકસાન થવા પામ્યું છે. કોચરવા ગામના પટેલ ફળિયામાં નિમાર્ણ પામેલ આ પ્રાથમિક શાળામાં અદ્યતન બે માળની કોમ્પ્યુટર લેબ અને પાણીની સુવિધા સાથેની ૧૨ રૂમો બનાવવામાં આવી છે. આ કાર્યક્રમમાં યશો પરિવારના એમ. ડી. પરાગભાઇ ઝવેરીએ પ્રાસંગિક પ્રવચન કયુૅ હતું. આ કાર્યક્રમમાં વાપી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમીત વાસંતીબેન પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય રેશમાબેન હળપતિ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પ્રિતીબેન પટેલ,ગુજરાત સોશીયલ મીડયાના સત્યેનભાઇ પંડયા, કોચરવા ગામના સરપંચ રાજેશભાઇ નોટીફાઇડ એરિયાના મુખ્ય ઇજનેર ડી. બી. સગર, જી. આઇ. ડી. સી. ના રીજીયોનલ મેનેજર આર. એમ. પરમાર, વાપી માર્ગ અને મકાન વિભાગના ઇજનેર જતીન પટેલ, શાળાના આચાર્ય, શિક્ષકગણ તેમજ ગામના લોકો હાજર રહયા હતા.
