માં સરસ્વતી માં ની સાધના અને આરાધના નો પયૉય એવાં શિક્ષણ વગૅ,શાળા એટલે કે વિદ્યા નું મંદિર.

રિપોર્ટ : ચિરાગ પાન્ડેય

“અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા”

“અનુશાસિત જ્ઞાનપ્રાપ્તિ ની ઉત્તમ અનુપમ વ્યવસ્થા” એટલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની પ્રત્યેક શાળા. કે જયાં સરકાર શ્રી ના સતત,અવિરત પ્રયત્નો દ્વારા મફત શિક્ષણ સાથે મધ્યાહન ભોજન, રમત, ગમત, સ્વાસ્થ્ય ની નિયમિત તપાસ, યુનિફોર્મ, પુસ્તકો, સ્કૂલ બૅગ સાથેની સમગ્ર જરૂરી વસ્તુઓ નિ:શુલ્ક પૂરી પાડવામાં આવે છે સાથે સાથે ઉત્સાહપ્રેરક આનંદિત વાતાવરણમાં જ્ઞાન પ્રાપ્ત કરવાની અજોડ પ્રક્રિયા સાથે વિદ્યાર્થીમાનસ નું અનુશીલન કરવાની એક નિરંતર ચાલતી રહેતી પ્રક્રિયા. જે માટે આપણે સૌ સરકાર શ્રી નો આભાર માનીએ એટલે ઓછો જ છે. આજે આ શાળા ઓ પ્રાઈવેટ શાળા ઓ ની સમકક્ષ બની રહી છે, જેમાં સ્માર્ટ કલાસીસ નો પણ સમાવેશ થઈ ચૂક્યો સફાઈ છે.
આજરોજ શિક્ષણ સમિતિ ના માનનીય ચૅરમૅન શ્રી. હિતેશભાઈ તથા સમિતિ ના સભ્યો દ્વારા ઋષિ વિશ્વામિત્ર શાળા ની સરપ્રાઈઝ વિઝિટ ના કાયૅક્રમ મા સ્થાનિક કોર્પોરેટર શ્રીમતિ. પિન્કી બેન સોની તથા શ્રી. વિનોદ ભાઈ ભરવાડ પણ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *