શાશ્વતી ચૈત્ર માસની નવપદજીની ઓળીના ત્રીજો દિવસે જૈન મુનિશ્રીએ ત્રીજો દિવસે મહિમા સમજાવેલ.

ત્તર ગુજરાતની ધન્યધરા પર આવેલ શંખેશ્વર મહાતીર્થેથી માનવતાના મસીહા પૂ.આ.શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજા ના શિષ્યરત્ન પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા, પૂજય મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા એ શાશ્વતી ચૈત્ર માસની નવપદજીની ઓળીના ત્રીજા દિવસે જણાવેલ શ્રી નવપદજીમા ત્રીજુ પદ શ્રી આચાર્ય પદ પદ છે.જેઓ પાંચ ઇન્દ્રનું દમન કરે છે,નવવિધિ બ્રહ્મચર્યનું પાલન કરે છે,ચાર કષાયોનો જય કરે છે.મહાવ્રતોથી યુક્ત હોય છે.પંચાચાર નું પાલન કરવામાં સમર્થ હોય છે. તેમજ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ નું પાલન કરે છે. આ છત્રીસ ગુણોથી યુક્ત એવા આચાર્ય ભગવંત હોય છે. જેઓ સંયમવ્રતમાં પારગામી હોવા ઉપરાંત સકળ શાસ્ત્રોમાં પણ પરગામી હોય છે. તે આચાર્ય ભગવંતો ભવ્ય જીવો ઉપર અનેક રીતે મહાન ઉપકાર કરે છે.આ આચાર્ય ભગવંતો પોતે પંચાચાર-સદાચાર નું પાલન કરે છે અને બીજા પાસે કરાવે છે.આ પદની આરાધના કરનાર આત્માઓ સદાચાર નામનો ગુણ દ્રઢ બનતો જાય છે. આચાર્યનો વર્ણ પીળો છે.તેની આરાધના કરવાથી જીવનમાં જ્યારે સદાચાર ગુણ પ્રગટવા લાગે ત્યારથી પાપાચરણ અટકતું જાય છે. બીજું બાજુએ જીવ સંપૂર્ણ વિશુદ્ધિ ને પ્રાપ્ત કરનારો બને છે.આચાર્ય શિષ્યોની સારણા-વાયણા-ચોયણા- પડીચોયણા કરે.અર્થથી જ્ઞાન આપે છે.વનમાંથી ઉપવન માં જતા જેવો અનુભવ થાય એવો અનુભવ આચાર્ય ભગવાન પાસે જતા થાય એવો અનુભવ આચાર્ય ભગવંત પાસે જતા થાય. સ્વ જીવનમાં પંચાચાર નું પાલન કરે અને સકળ શ્રી સંઘને પંચાચાર ના પાલનમાં જોડે છે. પ્રશ્ન એ થાય છે કે આવી પ્રચંડ તાકાત છે ક્યાંથી ? પ્રકૃતિકુળતાની વણઝારા વચ્ચેય આચારની પવિત્રતા ટકાવી રાખવાનું અને બળ મળે છે ક્યાંથી ? પ્રલોભનો નાં વાળા ઝાડા વચ્ચેય આચાર ચૂસ્તતા જાળવી રાખવાનું પ્રચંડ સામર્થ્ય એમનામાં પ્રગટે છે ક્યાંથી ? કયા સોપાન સર કરીએ તો આવા પ્રચંડ સત્વના આપણેય માલિક બની શકીએ સાથેજ જો આપણ આચાર ને સુંદર બનાવવા માંગીએ છીએ તો એનો શ્રેષ્ઠ અને મહત્વનો વિકલ્પ આ છે આપણે જ્યાં હોઈએ ત્યાંનું વાતાવરણ પવિત્ર જોઈએ કાં તો વાતાવરણ પવિત્ર હોય ત્યાં આપણે ચાલ્યા જવું જોઈએ પાણી બલદી માં હોય અને એનો આકાર તપેલીનો હોય એ જેમ અસંભવ છે તો આજુ બાજુનું વાતાવરણ કલુષિત અપવિત્ર હોય અને મનમાં વિચારો પવિત્રતા નાં ચાલતા હોય એય અસંભવ છે. આચાર્ય ભગવંતની ઉપાસના કરવી છે ને ? એમના પંચાચારને ગૌરવ બક્ષવું છે ને ? એમના પંચાચાર પાલનનાં પ્રવર્તનને ન્યાય આપવો છે ને ? તો એનો શ્રેષ્ઠ વિકલ્પ આ જ છે જાતને પવિત્ર વાતાવરણ માં રાખવી આપણી આજુ-બાજુમાં પવિત્ર વાતાવરણ જ ઉભું કરતા રહીએ, ન ગલત વાતાવરણમાં આપણે જઈએ ન કોઈને ગલત વાતાવરણનું આપણે નિયમિત આપીએ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *