આહવાના તાલુકાના ‘સેવા સેતુ’ કાર્યક્રમમા ૧૧૮૮ અરજીઓનો સ્થળ ઉપર જ નિકાલ

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ડાંગ જિલ્લામા આઠમા તબક્કામા ‘સેવા સેતુ’ કાર્યક્રમના પ્રથમ દિને, આહવા તાલુકાના પાંડવા ગામે યોજાયેલા કાર્યક્રમમા, મળેલી તમામે તમામ ૧૧૮૮ અરજીઓનો સ્થળ ઉપર જ હકારાત્મક નિકાલ કરાયો હતો. તાલુકા પંચાયતના અધ્યક્ષા શ્રીમતી કમળાબેન રાઉતના અધ્યક્ષ સ્થાને યોજાયેલા ‘ સેવા સેતુ ‘ કાર્યક્રમમા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી મુરલીભાઈ બાગુલ સહિત તાલુકા સદસ્ય શ્રી મહેશભાઇ ગવળી, ચોક્યા અને લીંગા ગામના સરપંચો, તથા સામાજિક અગ્રણી શ્રી હિરાભાઇ રાઉત, મામલતદાર શ્રી યુ. વી. પટેલ વિગેરે ઉપસ્થત રહ્યા હતા. દિવસ દરમિયાન પાંડવા ક્લસ્ટરના ગામોમાંથી આવેલા ૧૧૮૮ જેટલા અરજદારોની અરજીઓનો, ત્વરીત નિકાલ કરાયો હતો. જેને લઈને ગ્રામીણ અરજદારોને ઘરઆંગણે જ જરૂરી સુવિધા ઉપલબ્ધ થતા, ખુશી વ્યક્ત કરી હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM