અરવલ્લીના મોડાસા ખાતે સંસદ સભ્યશ્રી દીપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં “બ્લોક હેલ્થ મેળા”નું આયોજન કરાયું

રીપોર્ટ. ધાર્મિક ભટ્ટ અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મોડાસાના ડૉ. રસિકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલ ખાતે સંસદ સભ્ય શ્રી દીપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના “બ્લોક હેલ્થ મેળા”નું આયોજન કરાયું હતું.આ હેલ્થ મેળામાં આઈ.ડી, મોતિયાની તપાસ ઉપરાંત સ્પેશ્યાલિસ્ટમા પીડિયાટ્રીશીયન, ફીજીશિયન, ગાયનેક, ઓર્થોપેડિક, ડેન્ટીસ્ટ, સ્કીન, ઈ. એન. ટી, ટેલી કન્સલ્ટેશનની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. જેમાં વિવિધ પ્રકારની તબીબી સેવાઓનો લાભ લાભાર્થીઓએ લીધો હતો. આ મેળામાં અલગ અલગ આરોગ્યલક્ષી માહિતી પૂરી પાડતા સ્ટોલ ગોઠવીને વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. તેમજ આયુષ્યમાન ભારત કાર્ડ સ્થળ પર કાઢી આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સંસદ સભ્ય શ્રી દીપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારશ્રી દ્વારા સમગ્ર રાજ્યમાં તા.18થી 22 એપ્રિલ સુધી બ્લોક હેલ્થ મેળાઓ યોજીને લોકોને ઘર આંગણે જ આરોગ્યલક્ષી સુવિધાઓ પુરી પાડવાનો અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં આરોગ્ય મેળામાં PMJAY કાર્ડ સહિત વિવિધ આરોગ્યલક્ષી સુવિધાઓનો લાભ લોકો સરળતાથી અને વિના મૂલ્યે લઈ શકશે. રાજ્ય સરકારના આ અભિગમનો ઉપયોગ કરીને આરોગ્ય મેળાનો વધુમાં વધુ લાભ લેવા માટે લાભાર્થીઓને અનુરોધ કર્યો હતો. આ આરોગ્ય મેળામાં જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી શ્રીમાળી, અધિક આરોગ્ય અધિકારીશ્રી તેમજ આરોગ્ય કર્મીઓ તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *