સાબરકાંઠાના હડિયોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલની અધ્યક્ષતામાં “આરોગ્ય મેળો” યોજાયો

૧૦૧૭ જેટલા લાભાર્થીઓએ વિવિધ તબીબી સેવાઓનો લાભ લીધો

રિપોર્ટ ઈકબાલ મેમણ સાબરકાંઠા
રિપોર્ટ યુનુસ મેમણ સાબરકાંઠા


સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના હડિયોલ પ્રાથમિક આરોગ્ય કેંદ્ર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેન શાહની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો “આરોગ્ય મેળો” યોજાયો હતો. આ હેલ્થ મેળામાં આઈ.ડી, મોતીયાની તપાસ ઉપરાંત સ્પેશ્યાલીસ્ટમા પીડીયાટ્રીશીયન, ફીજીશીયન, ગાયનેક, ઓર્થોપેડિક, ડેન્ટીસ્ટ, સ્કીન, ઈ. એન. ટી, ટેલી કન્સલ્ટેશનની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી, જેનો ૧૦૧૭ જેટલા લાભાર્થીઓએ વિવિધ તીબીબી સેવાઓનો લાભ લીધો હતો. આ મેળામાં અલગ અલગ આરોગ્યલક્ષી માહિતી પૂરી પાડતા સ્ટોલ ગોઠવીને વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. તેમજ આયુષ્યમાન ભારત કાર્ડ સ્થળ પર કાઢી આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.રાજેશ પટેલે જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકારશ્રી દ્વારા સમગ્ર રાજ્યમાં બ્લોક હેલ્થ મેળા યોજીને લોકોને ઘર આંગણે જ આરોગ્યલક્ષી સુવિધાઓ પુરી પાડવાનો અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. આ આરોગ્ય મેળામાં PMJAY કાર્ડ સહિત વિવિધ આરોગ્યલક્ષી સુવિધાઓનો લાભ લોકો સરળતાથી અને વિના મૂલ્યે લઇ શકે તે માટે તા. ૧૮ થી ૨૭ મી એપ્રિલ ૨૦૨૨ દરમિયાન તાલુકાકક્ષાએ બ્લોક હેલ્થ મેળાઓનું આયોજન કરવામાં આવ્યુ છે. આ આરોગ્ય મેળાનો વધુમાં વધુ લાભાર્થીઓ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ આરોગ્ય મેળામાં નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ યતિનાબેન મોદી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી,આઇ.સી.ડી.એસ અધિકારીશ્રી. ડો. ચારણ, ડો. મુગલ તેમજ તજજ્ઞ તબીબો અન્ય પદાધિકારીઓ, લેબ, ટેકનિશિયનો તેમજ આરોગ્ય કર્મિઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM