મહેસાણા લોકસભાના સાંસદશ્રી શારદાબેનના અધ્યક્ષ સ્થાને યોજાયો જિલ્લા લેવલ નો નેશનલ એપ્રેન્ટીસ ભરતી મેળો.

રિપોર્ટ.. ડેવિડ પટેલ

ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉધોગ સાહસિકતા વિભાગની સુચના અન્વયે આજ રોજ તા:21/04/2022 ના તમામ જીલ્લા મથકો ખાતે નેશનલ એપ્રેંટીસ ભરતી મેળાઓ યોજાયેલ હતા.

મહેસાણા જીલ્લાનો જીલ્લા કક્ષાનો નેશનલ MSME. એપ્રેંટીસ ભરતીમેળો તા:21/04/2022 ના રોજ આઈ.ટી.આઈ મહેસાણા – પ્લોટ નં. ૨૦૩-૨૦૪, GIDC-1,મોઢેરા રોડ,મહેસાણા ખાતે યોજાયેલ હતો. જેમા ૪૨ MSME એકમોએ ૪૦૯ વેકેંસી સાથે ભાગ લીધેલ હતો તેમજ જીલ્લાના ૧૩૮ ઉમેદવારો એ સદર ભરતી મેલામા ઇંટર્વ્યુ આપેલ હતા.
આમ કુલ ૭૦ ઉમેદવારોની પ્રથમિક પસંદગી તેમજ ૨૦ ઉમેદવારોના સ્થળ ઉપર જ કોંટ્રાક્ટ થયેલ છે.

MSME વિભાગ, ITI વિભાગ અને રોજગાર કચેરી દ્વારા આયોજિત આ નેશનલ એપ્રેન્ટીસ મેળામાં સાંસદ શ્રી શારદાબેન પટેલ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર શ્રી ચાવડા, MSME ના આસિસ્ટન્ટ ડાયરેકટર શ્રી સોલંકી, ITI વિસનગર ના આચાર્ય શ્રી કુગસિયા, મહેસાણા ITI ના આચાર્ય શ્રી દિપ્તીબેન પટેલ, જિલ્લાની અન્ય ITI ના આચાર્ય શ્રીઓ, ઉદ્યોગ કારો અને એપ્રેન્ટિસ કરવા માંગતા યુવકો અને યુવતીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

ભરતી મેળામાં તમામ ઉદ્યોગકારો અને એપ્રેન્ટિસ કરવા માંગતા દરેકને સાંસદ શ્રી શારદાબેન પટેલે ઉજ્જવળ ભવિષ્યની ખુબ ખુબ શુભકામનાઓ પાઠવી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *