વ્યક્તિ શારીરિક-માનસિક રીતે મજબૂત હશે તો વિકાસમાં મદદરૂપ થઈ શકશેઃ શ્રી દેવુસિંહ ચૌહાણ

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના રાસ્કા વાંઠવાડી અને માંકવા પેટા આરોગ્ય કેન્દ્રોના મકાનોનું કર્યું ખતમુહૂર્ત

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના રાસ્કા, વાંઠવાળી અને માંકવા મુકામે નવા બનનારા પેટા આરોગ્ય કેન્દ્રોના મકાનના ખાર્તમૂર્હત પ્રસંગે કેન્દ્રીય રાજયકક્ષાના સંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે,ગ્રામ્ય કક્ષાએ આરોગ્યલક્ષી સારવાર માટેના નવીન મકાનોથી નાગરિકોની આરોગ્યની સુખાકારીમાં વધારો થશે. પહેલું સુખ તે જાતે નર્યા, એટલે કે જો વ્યક્તિ પોતે શારિરીક અને માનસિક રીતે મજબૂત હશે તો તે તેના પોતાનો, કુટુંબ, ગામ, રાજય, દેશ તેમજ સમાજના વિકાસમાં મદદરૂપ થઇ શકશે એમ તેમણે ઉમેર્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની શાસન ધુરા સંભાળી અને ત્યાર બાદ દેશની શાસન ધુરા સંભાળી છે, ત્યારથી આપણે તેના સાક્ષી છીએ કે આ સરકારે છેવાડાના માનવીની આરોગ્યલક્ષી સેવાઓમાં ઉત્તરોત્તર વધારો કર્યો છે. બાળક જન્મે તે પહેલા તેની માતાના ગર્ભમાં હોય ત્યારથી લઇ વૃધ્ધ થાય ત્યાં સુધી તેના આરોગ્યની ચિંતા કરે છે અને તેને મળવા પાત્ર આરોગ્યના તમામ લાભો ઘરે જઇને પણ આપવામાં આવે છે. આયુષ્યમાન ભારત કાર્ડ રૂા.પાંચ લાખ સુધીની આરોગ્યની સેવાઓમાં મદદરૂપ થાય છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. મંત્રીશ્રીએ ઉપસ્થિત જનમેદનીને સરકારની મળવાપાત્ર દરેક યોજનાઓનો લાભ લેવા જાહેર અપીલ કરી હતી. અહિંયા આ પેટા આરોગ્ય કેન્દ્ર થવાથી બિમાર વ્યક્તિઓને તરત જ પ્રાથમિક આરોગ્ય સેવાઓ મળતી થશે જેનાથી ગ્રામ્ય નાગરિકોને ખુબ જ લાભ થશે એમ જણાવી તેઓશ્રીએ સરકારી સંસાધનોને સાચવવા તેમજ તેની સ્વચ્છતા જાળવી રાખવા પણ જાહેર અપીલ કરી હતી. ગ્રામ વિકાસ અને ગ્રામગ્રૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી અર્જૂનસિંહ ચૌહાણેય જણાવ્યું હતું કે, આપણા મહેમદાવાદનું સીએચસી સેન્ટર ખેડા જિલ્લાનું શ્રેષ્ઠ સીએચસી સેન્ટર છે. સરકાર છેવાડાના માનવી સુધી આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવા કટીબધ્ધ છે. ત્રણ પેટા આરોગ્ય કેન્દ્ર બનવાના છે અને દરેક આરોગ્ય કેન્દ્ર પાછળ અંદાજે ૨૫.૫૦ લાખ જેટલો ખર્ચ થશે. આમ, ત્રણેય સેન્ટરના મળી કુલ ૭૮ લાખ જેટલો ખર્ચ થશે. આ ખર્ચ વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાંથી મંજૂર કરવામાં આવેલ છે. આ બાંધકામ ૧૦૦ ચો.મીના વિસ્તારમાં બનવાનું છે. તેઓશ્રીએ કોરોના કાળ દરમિયાન આરોગ્ય શાખા તરફથી થયેલ કામગીરીને બિરદાવી હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM