




ગુજરાત સ્થાપના દિન ગુજરાત ગૌરવ દિવસ ૨૦૨૨ ની ઉજવણી નિમિતે પાટણ નગરપાલિકાના આયોજિત રોડ શો માં પધારેલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં અંજલિ મહેતા નું પાત્ર ભજવનાર લોકપ્રિય અભિનેત્રી નેહા મહેતા એ આજરોજ સહસ્ત્રલિંગ સરોવર પાસે આવેલ વિર મેઘ માયા સંકુલ અને મંદિર ની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે વિર મેઘ માયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન અને રિસર્ચ સેન્ટર, પાટણના ચેરમેન અને અમદાવાદ પશ્ચિમ ના સાંસદ ડૉ.કિરીટભાઇ સોલંકી સાહેબ સાથે વિડિયો કોલિંગ થી નેહા મહેતા સાથે વાત થઈ હતી સાંસદ ડૉ.કિરીટભાઇ સોલંકી સાહેબએ નેહા મહેતા ને વિર મેઘમાયા સંકુલ ની મુલાકાત લેવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. વિર મેઘ માયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન અને રિસર્ચ સેન્ટર, પાટણના સભ્ય પરેશભાઈ મકવાણા અને પાટણ નગરપાલિકાના કોર્પોરેટર રાજેન્દ્ર કે. હિરવાણીયા એ વિર મેઘ માયા ના ઈતિહાસ થી તેઓને અવગત કરાવ્યા હતા નેહા મહેતા એ વિર મેઘ માયા દેવ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સરકારશ્રીના અનુદાનથી થઈ રહેલ સ્મારકના પ્રોજેક્ટ વિશે જાણકારી મેળવી થઈ રહેલ ભવ્ય મંદિર અને સ્મારકની કામગીરીની પ્રશંસા કરી હતી નવનિર્મિત વિર મેઘમાયા મંદિર ખાતે અભિનેત્રી નેહા મહેતાનું વિર મેઘ માયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન અને રિસર્ચ સેન્ટર, પાટણના ટ્રસ્ટી નવીનભાઈ પરમાર, સભ્ય પરેશભાઈ મકવાણા, પાટણ નગરપાલિકાના કોર્પોરેટર રાજેન્દ્ર કે. હિરવાણીયા એ વિર મેઘમાયા દેવ નું પુસ્તક અને બુકે આપી સન્માન કર્યું હતું. આ પ્રસંગે રમેશભાઈ પટોળાવાળા, મેહુલ સોલંકી, મુકુલ સોલંકી, સચિન પરમાર, ક્રિષ્ના મકવાણા, દિપક દેસાઈ, મલ્હાર દેસાઈ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા