








રિપોર્ટ – બીના પટેલ
શ્રી સમસ્ત આણંદ જિલ્લા બ્રહ્મસમાજ દ્વારા ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આણંદ લોકસભાના પૂર્વ સાંસદ શ્રી દિલીપભાઈ પટેલ, આણંદ લોકસભા પૂર્વ સાંસદ શ્રી દિપકભાઈ પટેલ, આણંદ લોકસભાના સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના પ્રદેશ મંત્રી શ્રીમતી નિપાબેન પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રીમતી અમીબેન દણાંક, આણંદ જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ શ્રી યોગેશભાઈ પટેલ, શહેર સંગઠન ભાજપ ના પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ, મહામંત્રી શ્રી સ્વપ્નિલભાઈ પટેલ તથા આણંદ નગરપાલિકા ના કાઉન્સિલર મિત્રો અને બ્રહ્મસમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
