સરકારી વિજ્ઞાન કૉલેજ, થરાદનો ઇનામવિતરણ અને વાર્ષિકોત્સવ યોજાયો

વિશેષ સિધ્ધિઓ પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરાયુ

રકારી વિજ્ઞાન કોલેજ થરાદમાં ભવ્ય વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં બી એસ સીના તમામ સેમેસ્ટરના વિધ્યાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સમગ્ર આયોજન સંસ્થાના વડા પ્રિ ડો. જગદીશ એચ પ્રજાપતિના માર્ગદર્શનમાં થયુ. સમારંભ અધ્યક્ષ તરીકે બનાસકાંઠાના માનનીય સાંસદશ્રી પરબતભાઈ પટેલ, ઉદ્ઘાટક તરીકે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના માન. કુલપતિશ્રી ડો.જે.જે વોરા સાહેબ, મુખ્ય મહેમાન તરીકે થરાદના માન. ધારાસભ્યશ્રી ગુલાબસિંહ રાજપૂત અને અતિથિવિશેષ તરીકે નરસિંહભાઈ ચૌધરીએ હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆતમાં પ્રિ જગદીશ એક પ્રજાપતિએ મહેમાનશ્રીઓ નો પરિચય કરાવી શાબ્દિક સ્વાગત કર્યુ હતું. તેઓએ કોલેજની પ્રગતિ અને વિકાસની માહિતી આપી હતી. APMC થરાદ તરફ થી લેબોરેટરી નિર્માણ હેતુ આપેલ આર્થિક યોગદાન બદલ વિશેષ આભાર માન્યો હતો. એસ આર સી ઇન્ચાર્જ પ્રો. અશોક દરજીએ કોલેજના અધ્યાપક પ્રગતિ અહેવાલનું તેમજ કુ. પાયલ પંચાલ દ્વારા વિદ્યાર્થી પ્રગતિ અહેવાલ વાંચન કરવામાં આવ્યુ હતું. માનનીય સાંસદશ્રી પરબતભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું જેમાં તેમણે થરાદ પંથકના શિક્ષણ અને સરકારની ભૂમિકા વિશે પણ વાત કરી હતી. માનનીય ધારાસભ્યશ્રી ગુલાબસિંહ રાજપૂતએ શિક્ષણ માટે અગત્યના સૂચન કરી માટે કોલેજ સ્ટાફને ખૂબ જ શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ અતિથિ વિશેષ શ્રી નરસિંહભાઈ ચૌધરીએ પણ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આર્ટસ કોમર્સ કૉલેજ થરાદના પ્રિ ડૉ એમ જે મન્સુરી એ વિધ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમના ઉદઘાટક અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રી એવા ડૉ. જે.જે વોરા સાહેબે તેજસ્વી વિધ્યાર્થીઓને અભિનંદન આપી તમામ વિદ્યાર્થીઓને વેક્સિન લેવાનો આગ્રહ કર્યો હતો. તેમજ સ્પોર્ટ્સ વધુ ભાગ લઈ ફીટ ઇન્ડિયા માટે વિદ્યાર્થીઓ વધુને વધુ ભાગ લઈ અગ્રેસર થાય તે માટે પ્રેરણા પૂરી પાડી હતી. આ કાર્યક્રમમાં શૈક્ષણિક ક્ષેત્રે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ લાવનાર તેજસ્વી વિધ્યાર્થીઓને સુવર્ણમણ્ડિત ચંદ્રક, રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્રો આપી સન્માન કર્યુ હતું.ઉપરાંત સ્પોર્ટ્સ, એન એસ એસ, સાંસ્કૃતિક, સપ્તધારા અંતર્ગત રંગોલી, નાટ્ય, ગીતસંગીત, સામુદાયિક સેવા, ચિત્ર, નિબંધ, વક્તૃત્વ, પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન, શિક્ષક દિન ઉજવણી, વિવિધ શિબિરો વગેરેમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર તેજસ્વી વિધ્યાર્થીઓને મેડલ , ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માન કરાયુ હતું. નેશનલ લેવલે ચેસ સ્પર્ધામાં હે ઉ ગુ યુનિ.તરફ થી ભાગ લેનાર કુ. કિરણ બાવા નું વિશેષ સન્માન કર્યુ હતું. વિધાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ ના પ્રોગ્રામ ઓફિસર પ્રા. રુદ્ર ભાઈ દવેએ કર્યું હતું. કાર્યક્રમના અંતમાં SRC ઇન્ચાર્જ નિહાર નીંબાર્કએ સૌ મહેમાનો અને ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM