ગુજરાતમાં આઇટીના દરોડા : મોરબીમાં એશિયન ગ્રીનીટો ઇન્ડિયા લી.ના વેન્ચરમાં રહેલ સિરામિક કંપનીઓમાં આઇટીનું સર્ચ ઓપરેશન 

રાજ્યભરમાં આઇટી દ્વારા સ્પેશિયલ ઓપરેશન ચલાવી દરોડા પાડવામાં આવ્યા છે અમદાવાદ,હિંમતનગર અને મોરબી સહીત સ્થળો પર વહેલી સવારથી જ સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યા છે મોરબીની બે સીરામીક કંપનીઓમાં એક સાથે જ ટિમ ત્રાટકી છે અને સર્ચ કરવામાં આવી રહ્યું છે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સાહિત્ય અને ડોક્યુમેન્ટ્સ સહીત સામગ્રી પણ કબ્જે કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે.મોરબી વિસ્તારમાં અનેક સીરામીક કંપનીઓ આવેલી છે જેમાની એફિલ સીરામીક અને એબીકોન સીરામીક કંપનીમાં આઇટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે હિંમતનગરની એશિયન ગ્રિનિટો ઇન્ડિયા લી.પર દરોડાની સાથે મોરબીમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે એશિયન ગ્રેનિટો સાથે જોઈન્ટ વેન્ચરમાં રહેલ બે સિરામિક ફેકટરીઓ પર ઓપરેશન શરૂ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આઇટી વિભાગને મળેલી પરફેક્ટ માહિતીને આધારે આ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે અહીંથી સાહિત્ય તેમજ ડોક્યુમેન્ટ સહીતની સામગ્રી પણ કબ્જે કરવામાં આવી રહી છે તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી અને આઇટી વિભાગ દ્વારા તમામ વિસ્તાર કબ્જે કર્યો છે તો મોરબીના રવાપર રોડ સુભાસનગરમાં કારખાનેદારના ઘરે પણ સર્ચ ઓપરેશન આઇટી વિભાગ દ્વારા શરુ કરવામાં આવ્યા છે તેવામાં આઇટી વિભાગના દરોડા બાદ મોટો ખુલાસો થઇ શકે છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM