ગાંધીનગર કોરોના ( કોવીડ -૧૯ ) સબંધે કુલ -૧૯૧ ઇસમો વિરૂધ્ધ જાહેરનામાંનો ભંગ સબબ કાર્યવાહી કરતી સેક્ટર -૭ પોલીસ

પોલીસ અધિક્ષક શ્રી ગાંધીનગર નાઓની સુચનાથી હાલમાં ચાલી રહેલ કોરોનાની વૈશ્વિક મહામારી સબંધે જાહેરનામાનો ભંગ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરેલ છે અંગે નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.કે.રાણા સાહેબના માર્ગદર્શન હેઠળ ઇન્ચા.પોલીસ ઇન્સપેકટર શ્રી આઇ.એમ.હુદડ સેકટર -૭ પો.સ્ટેશન નાઓએ હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારી ફેલાઇ રહી છે આમલોકો કોરોના સામે ઝઝુમી રહ્યા છે અને લોકો કોરોનાથી કેવી રીતે બચવુ જેના માટે ખુબજ ચિંતીત છે તેવા સમયમાં કોઇએ ભેગા થઇ આંદોલન ન કરવું તેવી વારંવાર એસ.આર.પી , એલ.આર.ડી , જી.પી.એસ.સીના ઉમેદવારોને સુચનાઓ આપવામાં આવેલ અને તેમને સમજ પણ કરેલ અગાઉ બે ત્રણ વાર આ લોકોને ડિટેન કરી ટુંક સમયમાં જ જરૂરી સુચનાઓ આપીને છોડી મુકેલા તેમ છતા એસ.આર.પી , એલ.આર.ડી , જી.પી.એસ.સીના ઉમેદવારો માનતા નહોતા અને બીજા લોકો કોરોનાથી સંક્રમીત થાય તે રીતે આંદોલન કરવા વારંવાર બેસી જતા હતા અને પોતાના ભવિષ્યનો વિચાર કર્યા વિના કોઇપણ પ્રકારની મંજુરી વિના ગુજરાતના અલગ અલગ સ્થળોએથી કોઇના કહેણમાં આવી જઇને ગાંધીનગર ખાતે આવીને આંદોલન કરવા બેસી જતા હતા જેથી વધુ લોકોને કોરોના સંક્રમીત થતા અટકાવવા માટે પણ આ ઉમેદવારોને અટકાવવા જરૂરી બનેલ આ ઉપરાંત સોશીયલ મીડીયા મારફતે આ ઉમેદવારો તથા તેમના આગેવાનો કાયદો વ્યવસ્થાની પરીસ્થીતી જોખમાય તે રીતે ઉગ્ર વાતાવરણ થાય તેવુ કુત્ય કરી રહયા છે જેથી સેક્ટર -૭ પો.સ્ટે.માં તા .૦૬ / ૧૦ / ૨૦૨૦ તથા તા .૦૭ / ૧૦ / ૨૦૨૦ અલગ અલગ ત્રણ ગુન્હાઓ રજી . કરી કુલ -૧૯૧ ઉમેદવારો સામે ઇ.પી.કો.ક .૧૮૮,૨૬૯,૨૭૦ તથા ગુજરાત એપેડેમીક એક્ટ ૩ મુજબ ગુન્હાઓ રજીસ્ટર કરવામાં આવેલ નો રોજ કુલ પોલીસ તરફથી વિધાર્થીઓ તેમજ ઉમેદવારોને જણાવવામાં આવે છે કે કોઇની ચઢામણીથી સોશીયલ મિડિયાની ખોટી વાતોમાં દોરવાઇ ન જવું અને પોતાના કેરીયર ખરાબ ન થાય તેનું ધ્યાન રાખી અને આવી રીતે દોરવાઇને ગાંધીનગર આવી ન જવું જોઇએ અને આ કોરોના મહામારીમાં પોતે પોતાનું ધ્યાન રાખવું અને પોતાની કેર કરવી અને આપણા થકી બીજા લોકો કોરોના વાયરસથી સંક્રમીત ન થાય તેનું ધ્યાન રાખવુ તેવી અપીલ છે

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM