સાબરકાંઠા જિલ્લામાં વિજ બચત સપ્તાહની ઉજવણી કરાઇ

રિપોર્ટ ઈકબાલ મેમણ સાબરકાંઠા
રિપોર્ટ યુનુસ મેમણ સાબરકાંઠા
ઉત્તર ગુજરાત વીજ કંપની લી.ની વિભાગીય કચેરી હિંમતનગર દ્વારા તા.૧ થી ૭ જુન ૨૦૨૨ દરમિયાન યુ.જી.વી.સી.એલ દ્રારા વીજ બચત સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. વીજ બચત સપ્તાહની ઉજવણી દરમિયાન યુ.જી.વી.સી.એલ દ્વારા વીજ સલામતી રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં વિજળી બચાઓ અને વીજ સલામતિ અંગેના પોસ્ટરો લઇ જાગૃતિ લાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા નાગરીકોમાં વીજ બચત અંગે જાગૃતિ આવે તેમજ લોકો સૂર્ય ઉર્જાના સ્ત્રોત સોલરનો ઉપયોગ થકી વધુમાં વધુ કુદરતી ઉર્જાના સ્ત્રોત તરફ વળે તે હેતુથી હિંમતનગર વર્તુળ કચેરી તથા વિભાગીય કચેરીઓના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા કાર્યપાલક ઇજનેર શ્રી એચ. જે. જોષીના માર્ગદર્શન હેઠળ ઊર્જા બચત અને સોલરના વપરાશની જનજાગૃતિ માટેની રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *