ગાંધીધામનાં ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરી એ તા.૦૮.૧૦.૨૦૨૦ ના રોજ ગાંધીધામ મતવિસ્તારનાં ભચાઉ તાલુકાનાં આમરડી, કબરાઉ, રામેશ્વર, ગુણાતીતપુર, કુંભારડી, શિકરા, બંધડી, નેર-અમરસર,કડોલ વગેરે ગામોની મુલાકાત લીધી હતી. હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સુધારણા કાયદાઓ ખેડૂતોના હિત માટે પસાર કરવામાં આવ્યા છે જેનો વિરોધ પક્ષો દ્વારા દુષપ્રચાર કરીને દેશનાં ખેડૂત સમાજને કાયદા વિષે ગેરસમજ ફેલાવી રહ્યા છે ત્યારે કાયદાની સાચી સમજણ ખેડૂત સામાજને મળે, કાયદા વિશેની પૂરતી પ્રમાણિક જાણકારી મળે એ હેતુથી સમગ્ર દેશમાં ખેડૂત સમાજ પાસે જાહેર કાયદાની સાચી જાણકારી તથા અસરો વિશે ખાટલા બેઠક યોજીને નાના સમૂહોને એકઠા કરીને કાયદા વિશે સમજ આપી ખોટી ભ્રમણા ફેલાવતા વિપક્ષોથી સાવધ રહેવા જણાવ્યુ હતું.
વધુમાં તેમણે જણાવ્યુ હતુકે આ કાયદા પસાર થવાથી ભારતની વસ્તીના ૬૦ % થી વધારે એવ ખેડૂત વર્ગની આર્થિક સ્થિતિ સુધરશે. તેમની આવકમાં વધારો થશે. કૃષિ વિધેયકમાં કોંટ્રેક્ટ ફાર્મિંગ, ફારવર્ડ ટ્રેડિંગ તથા ખેડૂત પોતાની ઊપજને એપીએમસી સિવાય જ્યાં પણ ખેડૂતને વધારે કિમત મળશે ત્યાં તેમનાં ઉત્પાદનનું વેચાણ કરી શકશે. જેથી કરીને વચેટિયાનું કમિશન તથા આડખર્ચ વગેરેનાં રાહત થવાથી ખેડૂતને આર્થિક રીતે ફાયદો થશે.
શરૂઆતમાં શહેરનાં કેટલાક રાજ્યોમાં વિરોધ શરૂ થયો છે ત્યાં પણ હવે સ્થિતિમાં બદલાવ આવી રહ્યો છે કારણકે ખેડૂતોને કાયદાની સાચી જાણકારી મળી રહેવાથી વિરોધ શમવા લાગ્યો છે. તે ઉપરાંત કેટલાક બીનભાજપી રાજ્યોમાં પણ કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે અને તેના લાભાલાભ જાણીને કાયદાને અમલમાં મૂકશે એવા પ્રતિભાવો આપ્યા છે. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે ટેકાના ભાવની પદ્ધતિ નાબુદ કરવામાં આવી છે એવો દુષપ્રચાર કરવામાં આવે છે તે અંગે ધારાસભ્યશ્રી એ સ્પષ્ટતા કરતાં જણાવ્યુ હતું કે ટેકાના ભાવથી ખરીદી કરવાનું ચાલુજ રહેશે. તાજેતરમાંજ વિવિધ ખેત પેદાશો માટે ટેકાના ભાવમાં વધારો કરીને ટેકોના ભાવ જાહેર કર્યા છે. અંતમાં તેમણે જણાવ્યુ હતું કે કેન્દ્ર તથા રાજ્ય સરકાર ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે કટિબધ્ધ છે અને આ કૃષિ વિધેયકો થી ખેડૂતોની આવકમાં ચોક્કસપણે વધારો થશે અને કદાચ ભવિષ્યમાં જ્યાં કૃષિ કાયદાઓનો વિરોધ કરીને તેનો અમલ કરવામાં વિલંભ થશે તો ત્યના ધરતીપુત્રોની આવકમાં જ્યાં નવા કૃષિ ધારાનો અમલ કરવામાં આવ્યો છે, તે કરતાં તેમની આર્થિક સ્થિતિનું સ્તર ઘણું નીચું રહેશે આમ ખુબજ સ્પષ્ટપણે, ઊંડાણપૂર્વક નવા કૃષિ વિધેયક વિશે દરેક ગામડાઓમાં ખેડૂતપુત્રોને સમજ પાડી હતી.
કૃષિધારાના જનજાગરણ અભિયાન કાર્યક્રમ અંતર્ગત ધારાસભયશ્રી માલતીબેન સાથે ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભરતસિંહ જાડેજા, તાલુકા પ્રમુખશ્રી વાઘજીભાઇ છાંગા, ભચાઉ નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ કલાવતીબેન જોષી, શ્રી જનકસિંહ જાડેજા, ગામનાં સરપંચશ્રીઓ, તાલુકાનાં વિવિધ પદાધિકારીઓ, કાર્યકર્તાઓ તથા બહોળી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો હાજર રહ્યા હતા.














