વડોદરા જિલ્લામાં ફરતું પશુ દવાખાનું અને ૧૯૬૨ ટીમ ઘ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વડોદરા જિલ્લાની પશુ માટેની આરોગ્ય સંજીવની ગણાતી MVD (ફરતું પશુ દવાખાનું) અને ૧૯૬૨ ની એમ્બ્યુલન્સ ટીમ દ્વારા  વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા જિલ્લાના ગામ તેમજ વડોદરા શહેરમાં ૧૭ MVD અને ૨ કરુણા એમ્બ્યુલન્સ મળીને કુલ ૪૦ નવા વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું.એટલુ જ નહિ આ વૃક્ષોના જતન સંવર્ધન માટે સૌ સંકલ્પબધ્ધ થયા હતા. આ અવસરે ગુજરાતના HR હેડ શ્રી આશિષ, MVD અને 1962 પ્રોજેક્ટના હેડ શ્રી મુકેશ ચાવડા, રાજેશ પટેલ અને અન્ય અગ્રણી  પર્યાવરણ દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *