દીકરીને યોગ્ય શિક્ષણ આપવામાં આવે તો તે પણ પોતાના પરિવારનું નામ રોશન કરવામાં પાછી પાની કરતી નથી

રિપોર્ટ જીગર કોટક

તાજેતરમાં જાહેર થયેલ ધોરણ-10ની પરીક્ષામાં દિયોદર તાલુકાના સુરણા ગામની દીકરી પ્રેક્ષાબેન રમેશભાઈ જોષી 99.88 પી.આર.સાથે દિયોદર તાલુકામાં (પરીક્ષા કેન્દ્ર)માં પ્રથમ સ્થાન મેળવી દિયોદર તાલુકામાં ગામનું તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે ખુશી નો પરિવાર આમ તો ખેતી તથા વેપાર સાથે જોડાયેલું ખુશીના દાદા આ. ખેતારામ ભાઈ જોશી(માસ્તર) દિયોદર શાળા નંબર 2 માં આચાર્યશ્રી તરીકેની ફરજ બજાવી નિવૃત થયેલ છે આચાર્ય તરીકેનો પણ તેમના કાર્યકાળ દરમિયાન તેમની શાળામાંથી અનેક વિદ્યાર્થીઓ આજે સારી એવી પોસ્ટ ઉપર છે જોશી ખેતારામ ભાઈ ફરજમાં નિવૃત્તિ પછી પણ એક સમાજ સેવક તરીકે ફરજ બજાવે છે જેમકે શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે સમાજસેવા સાથે સંકળાયેલા છે ગામ સેવા સાથે પણ સંકળાયેલા છે અને પાંચપરગણા માં તરીકેની સારી એવી નામના ધરાવે છે ખુશીના પરિણામથી આજે તેનો પરિવાર ગામલોકો તથા દિયોદર તાલુકાની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ મેળવી સમાજમાં પોતાના પરિવારનું નામ રોશન કરવાની અનેક દીકરીઓને પ્રેરણા મળશે દીકરી ના ઉજ્જવળ ભવિષ્ય માટે કમલમ દૈનિક પરિવાર ખુબ ખુબ શુભેચ્છા પાઠવે છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *