રાજસ્થાનથી નીકળેલ ‘બેટી બચાવો બેટી પઢાઓ’ યાત્રાનું મોડાસામાં સ્વાગત

રીપોર્ટ. ધાર્મિક ભટ્ટ અરવલ્લી

રાજસ્થાનના ડુંગરપુર નગરપાલિકાના કોર્પોરેટર બ્રિજેશકુમાર તેમજ તેમના પત્નિ અને બે બાળકો સાથે બેટી, બચાવો, બેટી પઢાવો યાત્રા રાજસ્થાનના 200 વિધાનસભા ફરી આ યાત્રા ગુજરાતના 33 જિલ્લામાં પરિભ્રમણ કરવા માટે અરવલ્લી જિલ્લામાં આગમન થયું હતું. જેઓનું મોડાસા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રાનો મુખ્ય ઉદ્દેશ છોકરીઓનું સન્માન , દીકરીઓને વધુ શિક્ષણ મળી ને તેઓ પોતાના પગ પર ઊભી રહે અને આજના સમયમાં દીકરીનું મહત્વ તે રહ્યું છે. બ્રીજેશભાઈનું મહત્વ સમજાવ્યું હતું અને તેમની દીકરી દ્વારા એક સુંદર કવિતાનું પઠણ કરવામાં આવ્યું હતું. આ યાત્રાનું સ્વાગત મોડાસા ખાતે સર્કિટ હાઉસમાં બ્રહ્મ સમાજના આગેવાન હાર્દિક પંડ્યા, અમિતભાઈ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રભારી દેવલભાઈ ત્રિવેદી, કાર્યકર મિતભાઈ પટેલ, જયેશભાઈ ભરવાડ દ્વારા પુષ્પગુચ્છ અને સાલ ઓઢાળી સન્માન કર્યું હતું. ઉપરાંત સંસ્કાર ટ્રસ્ટના પ્રમુખ વંદન રાવલ તથા સામાજિક કાર્યકર દક્ષેશ પ્રજાપતિ, સનત સોલંકી હાજર રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM