માંંડવી શહેર શક્તિ કેંદ્ર ૯ માં આયોજન

રિપોર્ટ :-અજય ખત્રી

૨- માંંડવી વિધાનસભાના માંંડવી શહેર શકિત કેન્દ્ર ૯ માં અલ્પકાલીન વિસ્તારક યોજનામાં વિસ્તારક તરિકે પધારેલા ગાંધીધામ શહેર ભાજપના મંત્રી એડ્વોકેટ વંદનાબેન ધુવા એ શક્તિ કેન્દ્ર ૯ ની મુલાકાત લીધી હતી. તેમણે શ્રી કલ્યાણેશ્વર મહાદેવના દર્શન કરી વિસ્તારક તરીકે શરુઆત કરી હતી. વિવિધ બુથોમાં ઘરોઘર જઈ પાર્ટીના સ્ટીકર્સ લગાવ્યા હતા. વિસ્તારક વંદનાબેન ધુવા એ ભારતીય જનતા પાર્ટી ને સમર્પિત પરિવારોને મળી પાર્ટી પ્રત્યેના એમના સમર્પણ માટે એમનો આભાર માની પરિવારની ભાવનાને બિરદાવેલ અને સાથોસાથ બુથમાં રહેતા પ્રમુખો, BLA-2, બુથ સમિતિ તેમજ સક્રિય કાર્યકરોને મળી એમનો ઉત્સાહ વધારેલ. આ પ્રસંગે વોર્ડ ૯ના નગર સેવિકા પુજાબેન મોતિવરસ, માંંડવી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ રૂપાલીબેન પરમાર, મહામંત્રી ગિરાબેન શાહ, મંત્રી ડો.પારૂલબેન ગોગરી, મંત્રી જુલીબેન ગટા, મહિલા મોરચાના IT cell ના ઇન્ચાર્જ જયશ્રીબેન ગિરનારી,જીગર ધાયાણી સંયોજક, શકિત કેન્દ્ર ૯ માંંડવી શહેર
ખજાનચી, માંડવી શહેર ભાજપ, પ્રદેશ ભાજપ માછીમાર સેલના સદ્સ્ય શાંતિલાલભાઈ મોતિવરસ, કચ્છ જીલ્લા ભાજપ માછીમાર સેલના સહ સંયોજક મહેન્દ્રભાઈ માલમ, સદ્સ્ય ચેતનભાઈ ધાયાણી, માંડવી શહેર બક્ષિપંચ મોરચાના પૂર્વ પ્રમુખ નીલેશભાઈ મોતિવરસ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *