શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ દ્વારા ભુજ શહેરના કોરાનોગ્રસ્ત પરિવારો માટે વિના મુલ્ય ટીફીનસેવાને સાંપડયો સુંદર પ્રતિસાદ.દાતાશ્રીઓ દ્વારા રૂ .૫૦ હજારનું દાન પ્રાપ્ત થયું

શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ ધ્વારા ભુજ સંસ્થાના પ્રમુખ શ્રી તારાચંદભાઈ છેડાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ છેલ્લા ૬ મહિનાથી કોરોના સામેની લડાઈમાં સંસ્થા દ્વારા અનેકવિધ સેવાકીય કાર્યો દાતાશ્રીઓના સહકારથી કરવામાં આવી રહ્યા છે . અત્યારે કોરોના મહા બિમારીમાં કયાંક આખો પરિવાર કોરોનાગ્રસ્ત થઈ જાય છે.ત્યારે તેમને જમવા માટેની ખૂબ જ મુશ્કેલી ઉભી થયા હોવાનું જાણવા મલતા ભુજ શહેર મધ્યે કોરોનાગ્રસ્ત થયેલ કોરોન્ટાઈન પરિવારો માટે વિના મુલ્ય ટીફીન પહોંચાડવામાં આવી રહયા છે . દાતાશ્રીઓના સહયોગથી વિના મુલ્ય ટીફીન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે . આ સેવા માટે સંસ્થાને વધુમાં વધુ દાન મળે તે માટે શ્રી તારાચંદભાઈ છેડાએ દાતાશ્રીઓને દાન આપવા માટે અપિલ કરતા માતૃશ્રી લક્ષ્મીબેન જગશી છેડા હસ્તે શ્રીમતી જયોતિબેન ગીરીશભાઈ છેડા પરિવાર દ્વારા રૂ . ૧૧ હજાર , શ્રીમતી પ્રિયંકાબેન હેમ શાહના જન્મદિન નિમિત્તે હસ્તે શ્રી હેક દિનેશભાઈ શાહ પરિવાર દ્વારા રૂ . ૧૧,૧૧૧ / – , શ્રીમતી શારદાબેન ભાઈલાલભાઈ મોરબીયા ( રાપરવાળા ) દ્વારા રૂ . ૧૧ હજાર , શ્રી હરેશભાઈ ચંદરાણા ( અંજારવાળા ) તરફથી રૂ . ૫ હજાર , શ્રીનાનાલાલભાઈ અનોપચંદભાઈ પરિવાર દ્વારા રૂ . ૫ હજાર , શ્રી હિનાબેન કે . વેદ ( કલકત્તાવાળા ) પરિવાર દ્વારા રૂ .૫ હજાર , કુનરિયા વિટડીયા વોરા કુટુંબના પુરશાદાદાના ભાવિકો તરફથી હસ્તે શ્રી કીર્તીભાઈ વોરા દ્વારા રૂ . ૨,૧૦૦ / – , શ્રીમતી લક્ષ્મીબેન ઓધવજી ભાભેરા દ્વારા રૂ .૧ હજાર એક કુલ્લ રૂ . ૫૦ હજાર જેટલું દાન સંસ્થાને વિના મુલ્ય ટીફીન સેવા માટે પ્રાપ્ત થયું છે . આ વિના મુલ્ય ટીફીન સેવા માટે સંસ્થાને હજી વધુમાં વધુ દાન મળે તે માટે શ્રી તારાચંદભાઈ છેડાએ દાતાશ્રીઓને દાન આપવા માટે અપિલ કરી છે . ટીફીન મેળવવા માગતા કોરોનાગ્રસ્ત હોમ કોરોટાઈન થયેલા પરિવારોએ સવારે ૧૦ વાગ્યા સુધી અને આ સેવામાં દાન આપવા માગતા દાતાશ્રીઓએ સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવો અથવા સંસ્થાના મો.ન. ૯૭૨ ૬૨૫૫૩૧૮ અથવા ( ૦૨૮૩૨ ) ૨૫૫૩૧૮ નો સંપર્ક કરવા સંસ્થાના મંત્રી શ્રી નરેશભાઈ શાહે જણાવ્યું છે .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *