ડાંગ જિલ્લો પણ બનશે  યોગમય

આઠમા આંતરરાસ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અગાઉ તા. ૧૪ મી જુન થી સતત આઠ દિવસ થીમ આધારીત કાર્યક્રમો યોજાશે

આઠમા આંતરરાસ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે, આઠ દિવસ અગાઉથી જ થીમ આધારીત કાર્યક્રમોની શરૂઆત, ડાંગ જીલ્લામાં થઈ ચુકી છે.

        તા. ૨૧ મી જૂન- વિશ્વ યોગ દિવસની ઉજવણીનાં ભાગરૂપે આહવાની સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે કાર્યરત વેલનેસ સેન્ટરના યોગ હોલ ખાતે તા. ૧૪ થી ૨૧ જૂનનાં રોજ દરરોજ સવારે ૭:૦૦ થી ૮:૦૦ વાગ્યા દરમિયાન યોગ પ્રોટોકોલ મુજબનાં થીમ આધારીત કાર્યક્ર્મનું આયોજન કરાયું છે.

         જુદા જુદા રોગ પરત્વે પ્રજાજનોમાં વ્યાપક જાગૃતિ કેળવવાના ઉદ્દેશ સાથે આયોજિત આ કાર્યક્ર્મ મુજબ (૧) તા. ૧૪ નાં રોજ- યોગ અને પ્રાણાયામનું સ્વાસ્થ્યમાં મહત્વ, (૨) તા. ૧૫ નાં રોજ શ્વસનતંત્રના રોગોમાં યોગનું મહત્વ, (૩) તા. ૧૬ નાં રોજ ડાયાબિટીસમાં યોગ અને આયુર્વેદ, (૪) તા. ૧૭ નાં રોજ પેટના વિવિધ રોગોમાં યોગ અને આયુર્વેદ, (૫) તા. ૧૮ નાં રોજ સાંધાના દુ:ખાવાના વિવિધ રોગોમાં યોગ અને આયુર્વેદ, (૬) તા. ૧૯ નાં રોજ ચામડીના રોગોમાં યોગ અને આયુર્વેદ, (૭) તા. ૨૦ નાં રોજ માનસિક રોગોમાં યોગ અને આયુર્વેદ, તથા (૮) તા. ૨૧ જુનનાં રોજ યોગ અને આયુર્વેદનું સ્વસ્થ જીવનશૈલીમાં મહત્વ વિષયક કાર્યક્ર્મનું આયોજન કરાયું છે.

        વિશ્વ સમસ્તમાં યોગ અને આયુર્વેદ વધતા વ્યાપને ધ્યાનમાં રાખી, આપણે સૌ ભારતિયો પણ આપણી પરંપરાગત જીવનશૈલીને સમજીને, તેનો રોજિંદા જીવનક્રમમાં સમાવેશ કરી શકીએ, તે માટે સૌને  આ કાર્યક્ર્મનો લાભ લેવા, ડાંગ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા અનિરોધ કરાયો છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM