મહેસાણા તાલુકા ના નુગર ગામ માં ખાટલા બેઠક યોજાઈ

અરવિંદભાઈ ગાંધી-મહેસાણા
તા.14/06/2022 મહેસાણા તાલુકા ના નુગર ગામ મુકામે પ્રદેશ અનુ.જાતી ભા.જ.પ ની  સૂચના અનુસાર અનુસૂચિત જાતિ ના મહોલ્લા માં ખાટલા બેઠક નું આયોજન મહેસાણા તાલુકા પ્રમુખ શ્રી ગીરીશભાઈ પરમાર અને હરગોવન ભાઈ દ્વારા નુગર ગામ માં ખાટલા બેઠક થઈ. આ કાર્યક્રમ માં મહેસાણા જીલ્લા મોરચા ના પ્રભારીશ્રી અનિતાબેન પરમાર ની અધ્યક્ષતા માં યોજાયેલ. જેમાં મહેસાણા જીલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખશ્રી ઉજમભાઈ પરમાર , મહેસાણા તાલુકા મહામંત્રીશ્રી પ્રકાશભાઈ પટેલ , મહેસાણા જીલ્લા અનુસૂચિત જાતિ ઉપપ્રમુખશ્રી ચંદ્રકાન્તભાઈ રાવત,મહેસાણા તાલુકા પ્રમુખશ્રી ગિરીશભાઈ પરમાર,તાલુકા મોરચાના મંત્રી હરગોવાનભાઈ અને મહેસાણા જીલ્લા સોશયલ મીડિયા પરેશકુમાર રાવત હાજર રહ્યા હતા ખાટલા બેઠક માં ગામના હરગોવનભાઈ, વિનોદભાઈ, ,ઉપસરપંચશ્રી ઠાકોર સાહેબ વગેરે હાજર રહ્યા હતા અને ગુજરાત ની સુપ્રસિદ્ધ લોકગાયિકા અને નગર ગામ ની દીકરી એવા કાજલબેન મહેરિયા ઉપસ્થિત રહ્યા હતા. પ્રભારી અનિતાબેન અને મહામંત્રી પ્રકાશભાઈ દ્રારા સરકારી યોજનાઓ, સરકાર દ્રારા ચાલતા અલગ અલગ પ્રોગામ વિશે વિસ્તુત માહિતી આપી, આયુષ્યમાન ભારત યોજના, વિધવા પેંશન યોજના, મહિલા સશક્તિ કરણ,પાયલોટ બનવા માટે સરકારશ્રી સહાય યોજના,બહાર અભ્યાસ કરવા માટે લોન ની આવક મર્યાદા માં સુધારો, ઘરે માં એક કરતા વધારે લોકોને વિદેશ અભ્યાસ માટેની લોન યોજના,ઉજવાલા યોજના,કિશાન યોજના વગેરે વિશે માહિતી પુરી પાડેલ હતી  મોરચાના પ્રમુખ શ્રી ઉજમભાઈ પરમાર સાહેબે સદસ્યતા અભિયાન અંતર્ગત સભ્યો ની નોંધણી કરાવી હતી આપાણી સરકાર દ્રારા ચાલતા દરેક પ્રોગામ કે યોજના માં મદદરૂપ થવા માટે બાહેધરી આપેલ હતી..આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન તાલુકા મોરચાના પ્રમુખ ગીરીશભાઈ અને મંત્રી હરગોવાનભાઈ એ કર્યું હતું.
KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM