વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં માસ ન્યુટ્રિશન પ્રોગ્રામનું આયોજન કરાયું


રિપોર્ટ: ચિરાગ પાન્ડેય

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના વિદ્યાર્થીઓમાં કુપોષણ, ઓછું વજન, એલર્જી અને અન્ય શારીરિક અશકતતા ધરાવતા બાળકોની ચકાસણી અને સારવાર માટે પાયોનીયર  હોમીયોપેથી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ અને HMAI, વડોદરા યુનિટ ના સહયોગથી, માસ ન્યુટ્રિશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે. જે સંદર્ભે આવતીકાલે ડો. શ્યામાપ્રસાદ મુખરજી પ્રાથમિક શાળા, અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે સવારે 10:00 કલાકે ઉદઘાટન સમારોહ રાખવામાં આવેલ છે. આ સિવાય અન્ય 30 શાળાઓમાં પણ આવતીકાલે આ કાર્યક્રમ શરૂ કરી સમયાંતરે 120 શાળાઓને સાંકળી લેવામાં આવશે. જ્યારે ઉપસ્થિત શાસનાધિકારી ધર્મેન્દ્ર ચુડાસમા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન હિતેશ પટણી ઉપાધ્યક્ષ  હેમાંગ જોશી, સ્કૂલના આચાર્ય ગીરીશભાઈ તથા પાયોનીયર હોમિયોપેથિક મેડિકલ કોલેજના મેનેજમેન્ટ કાર્યક્રમની શરૂઆત દિપ પ્રગટાવીને કરવામાં આવી હતી સાથે મહેમાનોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM