પોરબંદરના બોરીચામાં રપ વર્ષથી ધતિંગ કરનાર ભુવાનો પર્દાફાશ કરતું વિજ્ઞાન જાથા

– ઘરમાં માતાજીનો મઢ રાખી દોરા–ધાગા, ધૂણીને છેતરપિંડીની કબુલાત આપી.
– સોઢાણા મહિલાને ડાકણનો આરોપ મુકનારાએ માફી માંગી લીધી.
– વિજય, રામ લખમણે રાત્રે બાર વાગ્યે જઈને મહિલા પરિવારને ધમકી આપી.
– આરોપ મુકનાર કારાવદરા પવિારે જાથાને ઘૂંટણીયે પડી ભુલ કબુલી લીધી.
– મહિલાને ડાકણ, તિરસ્કૃત કરવું કાનુની ભંગ. ભુવો રીતસર રડી પડયો.
– પોરબંદર એસ.પી. બગવદર પોલીસ સ્ટેશનની પ્નશંસનીય કામગીરી.
– ડાકણ, પશુબલી, દોરા–ધાગાથી છેતરાયેલા લોકોએ માહિતી આપવી.
પોરબંદના બોરીચા ગામમાં રપ વર્ષથી દોરા–ધાગા, માદરડીયા બનાવવા, ધૂણીને ખોટા આરોપ મુકનાર ભુવા કાના દુદાભાઈ ઓડેદરાની ધતિંગલીલા ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે બગવદર પોલીસ સ્ટેશનની મદદથી ૧ર૦૬ મો સફળ પર્દાફાશ કર્યો હતો. સોઢાણા મહિલા ઉપર ડાકણનો આરોપ મુકનારા તમામે માફી માંગી જાથાને ઘૂંટણીયે પડી ગયા હતા. બનાવની વિગત પ્નમાણે સોઢાણાના દુલા લાખા કારાવદરાએ પોતાની આપવિતીમાં માહિતી આપી તેમાં પરિવારના કુટુંબી સદસ્યો સ્વીફટ ગાડીમાં આવી તારી માતા સંતોકબેન ડાકણી છે. રેખા ઉપર કરી નાખ્યું છે. ૬ વર્ષનો પુત્ર માતા પાસે જતો નથી. બોરીચાના ભુવા કાનાએ તમારું નામ આપ્યું છે તેમ બોલી ઘરમાંથી બહાર નીકળો, રાત્રીના સવા બારે ધમાલ મચાવી લોકોને ભેગા કરી દીધા. પરિવાર ગભરાઈ ગયો, કંઈપણ જાણતા ન હતા. માતા સંતોકબેન નિર્દોષ હોવાથી ડાકણનો આરોપ લાગવાથી આપઘાત કરવાનું નક્કી કરી લીધું. માંડ માંડ સવાર પડી મોત વહાલું કરવાનું સંતોકબેને નક્કી કરી લીધું. વિજય અરભમ, રામ લખમણ ઝઘડાખોર, માથાભારે હોય ઘર આખું ફફડવા લાગ્યું. ઘરની બહાર નીકળવું કેમ તેવો ભય સતાવવા લાગ્યો. સવારે દુલા લાખાએ પોતાના સગા, મિત્રમંડળને વાત કરી. બધાએ વિજ્ઞાન જાથાની મદદ લેવા સલાહ આપી. ઓડેદરા, મેર સમાજના આગેવાનોએ જાથા ઉપર ભલામણ કરી જલ્દી ડાકણનો પ્નશ્ન હલ કરશો નહિંતર આ ગામમાં બે–ત્રણ લાશ પડશે, ખૂન–ખરાબાની જાથા સમક્ષ વાત મુકી. ભુવો કાના ઘરમાં માતાજીનું સ્થાનક બનાવી અંદરોઅંદર ઝઘડા કરાવે છે, ખોટા નામ આપે છે, ધૂણવામાં હોંશિયાર હોવાથી પરદેશ દુબઈની સફર કરીને આવ્યો છે. મઢની બાજુમાં દાનપેટીનો ડબ્બો રાખ્યો છે. રોગ મટાડવા, માદરડીયા પહેરાવવા, દાણા જોવામાં કાબેલીયત છે. વિજય અરભમ, રામ લખમણ, રેખા વિજય, રૂડીબેન લખમણ, રાંભીબેન ડાકણનો અપ્નચાર કરે છે. તેઓ બધાને બોધપાઠ આપવા સંબંધી જાથા સમક્ષ વાત મુકવામાં આવી હતી. જાથાના ચેરમેન–એડવોકેટ જયંત પંડયાએ સોઢાણા મહિલા ઉપર ડાકણનો આરોપ સંબંધી ખરાઈ કરવા સ્થાનિક કાર્યકરોને કામે લગાડયા, માહિતી સાચી હોવાની સાથે ભુવા દર સોમવારે દોરા–ધાગા જોવાનું કામ કરે છે. પોતાની ખેતીમાં ભુવો ધ્યાન આપતો નથી. દોરા–ધાગાને રવાડે ચડી ગયાનું બહાર આવ્યું હતું. વિજય, રામ લખમણ રાત્રીના બાર પછી ધમાલ મચાવી હતી. જાથાએ આરોપ મુકનારા તમામનો પર્દાફાશ કરવાનું નક્કી કર્યું. જાથાના ચેરમેન પંડયાએ પોરબંદર જિલ્લા એસ.પી. ને તમામ હકિકતનો પત્ર ફેકસ કરીને બગવદર પોલીસ સ્ટેશનની મદદની માંગણી કરી હતી. એસ.પી. એ બગવદર પી.એસ.આઈ. એચ.સી. ગોહિલને કાયદો–વ્યવસ્થાની જાણકારી આપી જાથાને પોલીસ બંદોબસ્ત ફાળવવા સૂચના મોકલવામાં આવી હતી. પી.એસ.આઈ. ગોહિલે જાથા માટે એ.એસ.આઈ. એ. એ. આરબ, પોલીસ કર્મીઓમાં મનોજભાઈ સોલંકી, હરેશભાઈ જુજીયા, રામભાઈ બાપોદરા, સંજયભાઈ, જીપ્સી, પોલીસ વાન ફાળવવામાં આવ્યું. રાજકોટથી વિજ્ઞાન જાથાની ટીમ ઉમેશ રાવ, ગુલાબસિંહ ચૌહાણ, રોમિત રાજદેવ, રમેશભાઈ મારૂ, સાહિલ રાજદેવ, ભકિતબેન રાજગોર, હર્ષાબેન વકીલ, જયંત પંડયાની આગેવાનીમાં બગવદર પોલીસ સ્ટેશન માટે રવાના થઈ હતી. બગવદર પોલીસ સ્ટેશનનો સ્ટાફ, પોલીસ વાન તૈયાર હતા. સૌ પ્નથમ બોરીચાના ભુવા કાના ઉપર વોચ રાખવા માણસને મોકલી દીધો. જાથાની ટીમ, પોલીસ કાફલો બોરીચા ગામની વાડીમાં ભુવાના માતાજીના સ્થાનકે પહોંચી ગયો. પરિવાર હતપ્નત થઈ ગયો, અજુગતુ લાગતા ભુવા કાનાના મોટાભાઈ આવી ગયા. જાથાએ સઘળી ડાકણ સંબંધી વાત કરી, દાણા જોઈ ગુમરાહ કરે છે. મોટાભાઈએ કીધું ખેતીમાં ધ્યાન આપતો નથી ધૂણવાને રવાડે ચડી ગયો છે. હજુ સુધી બે પાંદડે થયો નથી. અમો નવા મકાને રહેવા જતા રહ્યા છીએ. તેવામાં કાના દુદા ભુવા આવી ગયા. જાથાએ બધી વાત કરી સંતોકબેનનું ડાકણ નામ લીધું છે. કાનુની ગુન્હો બને છે. બગવદર પોલીસે કડકાઈ વાપરી સમજાવટથી ગંભીરતાની વાત મુકી દીધી. પોલીસ વાનમાં બેસી જાવ. ભુવાએ કીધું સાહેબ સ્નાન, નહાવાનું બાકી છે. દાણા જોવામાં નહાવાનો વેત આવતો નથી. પેન્ટ–શર્ટ બદલાવાની વિનંતી ભુવાની માન્ય રાખવામાં આવી હતી. પરિવાર ભુવાના કામથી નારાજ હતો તેવું દેખાયું. ભુવાના પરિવારે કીધું હવે પછી આ મઢમાં દાણા જોવાનું, ધૂણવાનું કાયમી બંધની ખાત્રી આપી દીધી. બગવદર પોલીસ રાઈટર મનોજભાઈ સોલંકીએ સોઢાણાના વિજય અરભમ, રામ લખમણ, પરિવારોને પોલીસ સ્ટેશને પહોંચવાની વાત કરી દીધી. વિજય અરભમને ધમાલની ખબર હોય પોલીસ, જાથા ઉપર ભલામણનો ધોધ શરૂ કરી દીધો. વિજય, રામ લખમણે ભુલ કરી છે, માફી આપવા જાથાને રજુઆત મુકી દીધી. આરોપ મુકનારા કારાવદરા પરિવાર, ભુવા સહિત પોલીસ સ્ટેશને આવી પહોંચ્યો. જાથાના જયંત પંડયાએ ભુવા કાના દુદા, વિજય રામ લખમણ પરિવારને ગંભીરતાની વાત કરી. કોઈપણ મહિલા ઉપર ખોટો આરોપ મુકવો. રાત્રે ધમાલ કરવી, સમાજમાં બહિષ્કૃત થાય તેવા કૃત્ય માટે ગુન્હો દાખલ થાય, સંતોકબેન નિર્દોષ છે, તેઓ કંઈ જાણતા નથી. ભુવા કાનાના કારણે સમગ્ર મામલો ઉભો થયાનું બહાર આવ્યું હતું. ભુવા કાના દુદામાં વાડી મકાનમાં દર સોમવારે દાણા જોવે છે. બગવદર, રાણાવાવ, પોરબંદર, કુતિયાણા, આદિત્યાણા, ભાણાવડ, લાલપુર, ખંભાળયા વિસ્તાર આ લોકો રોગ મટાડવા, દુ:ખ–દર્દ મટાડવાના પિડીતો આવે છે. ભુવા ધૂણીને ઉપચાર કરી માદરડીયા ગળે બાંધવાનું આપે છે. ભુવો કાના દુદા, કારાવદરા પરિવારના વિજય અરભમ, રામ લખમણ વિગેરેએ, ભૂલ–માફી બક્ષવા જાથાને વિનંતી કરી, ભુવો કાના કાયમી બંધ કરવા તૈયાર થઈ ગયો. ખરે સમયે માતાજી મદદે આવ્યા ન હતા. જાથાએ બંને પરિવારો, ભુવાને સાથે રાખી સમાધાન કરાવ્યું હતું. ખૂન–ખરાબા બનતા અટકી ગયા હતા. ગામનું વાતાવરણ સારું રાખવા સમજ આપી હતી. લેખિત કબુલાતનામામાં ભુવા કાના દુદા ઓડેદરા, ઉ.વ. પ૩, ધંધો દુ:ખ–દર્દ મટાડવા, જોવાનું કામ સાથે રીક્ષાની હેરાફેરી, બોરીચા ગામ છેલ્લા રપ વર્ષથી ભુવાપણું કરું છું, વિજય અરભમ જોવડાવવા આવે છે, મને માતાજી શરીરમાં આવે છે તે પ્નમાણે બોલું છું. ડાકણનું નામ બોલાય જવાથી રડવા લાગ્યો હતો. એકવાર માફી આપવા, કાયમી જોવાનું બંધની જાહેરાત કરી દીધી. ભુવાની પત્નિ ૧પ વર્ષ પહેલા પ્નાયમસની જાળ લાગવાથી છાતીએ દાઝી જવાથી અપમૃત્યુ થયું હતું. બાળકો નાના હોવાથી જવાબદારી ઉઠાવું છું. કારાવદરા પરિવારની વિજય અરભમ, રામ લખમણે કબુલાત આપી દીધી તેમાં રેખાને તબિયત સારી રહેતી નથી. મારો દિકરો ૬ વર્ષનો રેખા પાસે જતો નથી. ઉશ્કેરાટ, ગુસ્સામાં રાત્રીની બાર પછી સંતોકબેનની ઘરે ગયા હતા જે કાંઈ કરી નાખ્યું હોય તે પાછું ખેંચી લેવા, ઉગ્રતામાં વાત કરી હતી. ભુલ કબુલી માફી આપવા જાથા સમક્ષ કબુલાત આપી હતી. જાથાએ પીડિત પરિવાર સંતોકબેન લાખાભાઈ કારાવદરા, દુલા પુત્ર, પુત્રવધુ ચેતના, લાખાભાઈને ન્યાય અપાવ્યો હતો. અઘટિત બનાવ અટકાવ્યો હતો. ડાકણ શબ્દો પ્નયોગને કાયમી તિલાંજલિ આપવામાં આવી હતી. બંને વચ્ચે સુખદ સમાધાન થયું હતું. વિજ્ઞાન જાથાએ ૧ર૦૬ મો સફળ પર્દાફાશ પોલીસની મદદથી કર્યો હતો. પોરબંદર જિલ્લા એસ.પી. નો જાથાએ આભાર માન્યો હતો. ઉત્કૃષ્ઠ કામગીરીમાં ઉમેશ રાવ, રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, સાહિલ રાજદેવ, ભકિતબેન રાજગોર, હર્ષાબેન વકીલ, રમેશભાઈ મારૂ, વિનોદ વામજાએ સુંદર કામગીરી કરી હતી. પોલીસ કર્મીઓમાં એ.એસ.આઈ. એ. એ. આરબ, રાઈટર મનોજભાઈ સોલંકી, હરેશભાઈ જુજીયા, રામભાઈ બાપોદરા, સુંદર ફરજ બજાવી હતી. રાજયમાં દોરા–ધાગા, પશુબલી, ડાકણ સંબંધી માહિતી મો. ૯૮રપર ૧૬૬૮૯ ઉપર જાણકારી આપવા અંતમાં જણાવાયું છે.

